111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026
પ્રકાશિત તારીખ : 06/04/2026
પેટા ચૂંટણીમાં આજે 03 ઉમેદવારો દ્વારા 06 ઉમેદવારી પત્રો રજૂ કરાયા
આણંદ, શનિવાર , 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026 અન્વયેનું મતદાન આગામી તારીખ 23મી એપ્રિલના રોજ થનાર છે. જેને ધ્યાને લઈ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા 111 ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ની નિમણૂક ચૂંટણી અધિકારી તરીકે કરવામાં આવી છે અને તેમના દ્વારા 30 મી માર્ચના રોજ પેટા ચૂંટણી અન્વયે ઉમેદવારી પત્ર ભરવા માટે નોટિસ પ્રસિધ્ધ કરવામાં આવી છે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ તારીખ 6 એપ્રિલ બપોરના 15-00 કલાક સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે તેમ નોટિસમાં જણાવાયું છે.
જે અન્વયે આજે 03 ઉમેદવારો દ્વારા 06 ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા છે જેમાં ભારતીય નેશનલ જનતા દળ ના ઉમેદવાર તરીકે શ્રી મૌલિક કુમાર વિનોદચંદ્ર શાહ દ્વારા 01 ફોર્મ, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે શ્રી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર દ્વારા 04 ફોર્મ રજૂ કરાયા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે શ્રી વિમલકુમાર કાંતિલાલ પટેલ દ્વારા 01 ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હોવાનું ચૂંટણી અધિકારીશ્રી દ્વારા જણાવાયું છે.નોંધનીય છે કે, તારીખ 07એપ્રિલના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 09 એપ્રિલ નિર્ધારિત કરવામાં આવી છે.