111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026
પ્રકાશિત તારીખ : 30/03/2026
ઉમરેઠ ખાતે સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત
એક જ જગ્યાએથી તમામ પ્રકારની પરવાનગીઓ મળશે
રાજકીય પક્ષના પ્રતિનિધિઓએ એક જ જગ્યાએથી સભા, સરઘસ, રેલી તેમજ વાહન અંગેની મંજૂરીઓ મેળવવાની રહેશે
આણંદ, શુક્રવાર ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કર્યા મુજબ 111 – ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી નું ગેજેટ નોટિફિકેશન તારીખ 30 મી માર્ચના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે અને મતદાન તારીખ 23 મી એપ્રિલ 2026 ના રોજ યોજાશે.
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ અને ચૂંટણી પંચના નિયમો મુજબ મામલતદાર કચેરી ઉમરેઠ ખાતે સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. આ સિંગલ વિન્ડો સિસ્ટમ ખાતે થી 24 કલાકમાં જ રાજકીય પક્ષ દ્વારા માંગવામાં આવતી વિવિધ પ્રકારની મંજૂરીઓ એટલે કે સભા, સરઘસ, રેલીઓ તેમજ વાહનો અંગેની પરવાનગી એક જ જગ્યાએથી મળી જાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.સિંગલ વિન્ડો સિસ્ટમ મામલતદાર કચેરી ઉમરેઠનો સંપર્ક નંબર 0269277900 છે. ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીના મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર શ્રી ઉમરેઠ દ્વારા સિંગલ વિન્ડો સિસ્ટમ ખાતે આવતી અરજીઓને 24 કલાકમાં નિકાલ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 01 અરજી આવી હતી જેને મંજૂરી આપીને નિકાલ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે.
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી સંદર્ભે રાજકીય પક્ષના પ્રતિનિધિઓને મામલતદાર કચેરી, ઉમરેઠ ખાતે સિંગલ વિન્ડો સિસ્ટમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ત્યાંથી ચૂંટણીલક્ષી જરૂરી મંજૂરીઓ મેળવી લેવા માટે જણાવવામાં આવ્યું છે.