હર ઘર તિરંગા અભિયાન:: આણંદ જિલ્લો
પ્રકાશિત તારીખ : 12/08/2025
નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષપદે બોરસદ નગર પાલિકા વિસ્તારમાં “હર ઘર તિરંગા અભિયાન”અંતર્ગત તિરંગા પદ યાત્રા યોજાઈ
આણંદ, સોમવાર: રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન તિરંગા યાત્રા કાર્યક્રમની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહી છે.
જે અન્વયે આણંદ જિલ્લામાં બોરસદ નગરપાલિકામાં નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષપદે હર ઘર તિરંગા,હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ,સ્વછતા કે સંગ…ની થીમ સાથે તિરંગા પદ યાત્રા યોજાઈ હતી.
બોરસદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ હનુમાનજી મંદિરની શરૂ કરીને આણંદ ચોકડી સુધી તિરંગા પદ યાત્રા યોજાઈ હતી.જેમાં મોટી સંખ્યામાં આંકલાવના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
આ તિરંગા યાત્રામાં પ્રાંત અધિકારી શ્રી અમિત પટેલ,નગરપાલિકાના પ્રમુખ,ઉપપ્રમુખ,
નગરપાલિકાની વિવિધ કમિટીના સભ્યો, પોલીસ કર્મીઓ,નગરજનો સહિત મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

હર ઘર તિરંગા અભિયાન:: આણંદ જિલ્લો

હર ઘર તિરંગા અભિયાન:: આણંદ જિલ્લો

હર ઘર તિરંગા અભિયાન:: આણંદ જિલ્લો

હર ઘર તિરંગા અભિયાન:: આણંદ જિલ્લો

હર ઘર તિરંગા અભિયાન:: આણંદ જિલ્લો
