સ્વછતા – સ્વદેશી અપનાવીને વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરીએ
પ્રકાશિત તારીખ : 08/10/2025
: નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી
વિકાસ સપ્તાહ અંતર્ગત યુવા સશક્તિકરણ દિવસની ઉજવણી કરાઈ : મહાનુભાવો અને ઉપસ્થિત સૌ કોઈએ ભારત વિકાસ પ્રતિજ્ઞા અને નશામૂક્ત ભારતના શપથ લીધા
આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહના પ્રથમ દિવસે યુવા સશક્તિકરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ૨૪ વર્ષ જન વિશ્વાસ, સેવા અને સમર્પણના અંતર્ગત વ્યાખ્યાન માળા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા – સુશાસનના ૨૪ વર્ષનો સગૌરવ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ૨૦૦૧ થી ગુજરાતે નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં વિકાસની આગવી કેડી કંડારી છે, જેના કારણે ગુજરાત આજે સમગ્ર દેશમાં વિકાસના રોલમો ડલ તરીકે પ્રસ્થાપિત થયું છે.
તેમણે જણાવ્યું હતું કે ૨૦૦૧ ના વર્ષ બાદ ગુજરાતની વિકાસ દોડ અવિસ્મરણીય રહી છે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૨૪ વર્ષ દરમિયાન ગુજરાત સર્વાંગી વિકાસની દિશામાં અગ્રેસર બન્યું છે.
નાયબ મુખ્ય દંડકશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રજા કલ્યાણ, જન કલ્યાણ અને જનવિશ્વાસની કાર્યશૈલીએ દેશ દુનિયાને નવી દિશા – દર્શન કરાવ્યું છે. વડાપ્રધાનશ્રીનું જીવન સમાજ સેવા અને છેવાડાના માનવીના કલ્યાણ માટે સમર્પિત રહ્યું છે. ગ્રામસભાને ગ્રામ્ય વિસ્તારના વિકાસનું મહત્વનું અંગ માનતા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રામસભામાં રજૂ થતા પ્રશ્નોના નિરાકરણ માટે કટિબધ્ધતા સાથે કાર્ય કર્યું છે.
તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં ગુજરાતમાં અનેકવિધ લોક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હતી, તેવી જ રીતે વડાપ્રધાન બન્યા બાદ પણ તેમણે દેશવાસીઓના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે, જે તેમની સંવેદનશીલતાના દર્શન કરાવે છે, તેમ જણાવતા નાયબ મુખ્ય દંડકશ્રીએ ઉપસ્થિત સૌને વડાપ્રધાનશ્રીના ૨૦૪૭ માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને સાકાર કરવા સ્વચ્છતાની સાથે સ્વદેશી અપનાવવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિએ વિકાસ સપ્તાહની રૂપરેખા આપતા જણાવ્યું હતુ કે, સેવા, સમર્પણ અને સદાચાર દ્વારા વિકાસને નવી દિશા આપનાર વડાપ્રધાનશ્રી એ ૨૪ વર્ષ પહેલા સુશાસનનો નવો અધ્યાય ગુજરાતમાં શરૂ કર્યો હતો. વિકાસનું આ ગુજરાત મોડેલ સમગ્ર રાષ્ટ્ર માટે દિશાચિન્હ રૂપ બની રહયું છે. તેમણે આ તકે વિકાસ સપ્તાહ અંતર્ગત આણંદ જિલ્લામાં હાથ ધરાનાર વિવિધ કાર્યક્રમોની વિસ્તૃત જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમાં પી.એમ પટેલ કોલેજની વિધાર્થિનીઓ દ્વારા વિકાસ ગાથા પર સમૂહ ગીત તથા ઓપરેશન સિંદૂર થીમ આધારિત ગરબો પ્રસ્તુત કર્યો હતો.
આ સમયે પી.એમ.પટેલ કોલેજના ચેરમેન ડૉ વી.પી. રામાણી એ યુવા સશક્તિકરણ અને વિકાસ ગાથા પર પ્રવચન આપીને ઉપસ્થિત યુવાધનને દેશના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે મહાનુભાવો અને ઉપસ્થિત સૌ કોઈએ ભારત વિકાસ પ્રતિજ્ઞા અને નશામૂક્ત ભારતના શપથ લઈને દેશના વિકાસમાં યોગદાન આપવા કટીબધ્ધ બન્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી અક્ષય મકવાણાએ કાર્યક્રમની રૂપરેખા આપીને મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ,આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ,નિવાસી અધિક કલેકટર શ્રી આર. એસ. દેસાઈ, સંસ્થાના અગ્રણી હોદેદારો શ્રી બિપીનભાઈ પટેલ, શ્રી પાર્થ પટેલ તથા કોલેજના વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.