• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છોત્સવ તરીકે કરાશે ઉજવણી

પ્રકાશિત તારીખ : 16/09/2025

તા.૧૭ સપ્ટેમ્બર થી તા.૨ જી ઓક્ટોબર ૨૦૨૫ સુધી સ્વચ્છતા ઉત્સવ યોજાશે

સંકલન સમિતિના અધિકારીઓને તેમના હસ્તકની કામગીરી ઉપરાંત રચનાત્મક કામગીરી કરવા ભાર મૂકતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી

આણંદ,સોમવાર: ભારત  સરકાર દ્વારા તા.૨ જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીની જન્મજયંતીને અવસરે સમગ્ર દેશમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી કરવામાં આવી રહી છે.જે અન્વયે આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષની ઉજવણીના અવસરે સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ની સ્વચ્છોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવશે, જે આગામી તા.૧૭ સપ્ટેમ્બર થી ૨ જી ઓક્ટોબર ૨૦૨૫ સુધી ઉજવણી કરાશે.

સ્વચ્છોત્સવ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીસુશ્રી દેવાહૂતીના અધ્યક્ષતામાં સંકલન સમિતિના અધિકારીઓ સાથે આણંદ સર્કીટ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી.જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ શિક્ષણ,રમતગમત,આરોગ્ય સહીતના  વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સ્વચ્છોત્સવ અંતર્ગત કરવાની થતી કામગીરી વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ ઉપરાંત સ્વચ્છતા પખવાડિયા દરમિયાન કરવાની થતી કામગીરી ઉપરાંત પણ રચનાત્મક કામગીરી પર વિશેષ ભાર મૂકીને તેમણે ઉમેરતા જણાવ્યું કે, માત્ર સ્વચ્છતા અવસર પૂરતું ન રહેતા જીવનનો એક ભાગ બનાવવા પર જિલ્લા વિકાસ અધિકારીએ વિશેષભાર ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી,નિવાસી અધિક કલેકટરશ્રી આર.એસ.દેસાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જી.વી.દેસાઈ સહીત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.