સરદાર પટેલ યુનિવર્સિટી અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે સરદાર સ્મૃતિ યાત્રા યોજાશે
પ્રકાશિત તારીખ : 01/11/2025
આણંદ, ગુરુવાર: સરદાર પટેલ યુનિવર્સિટી અને જિલ્લા વહીવટી તંત્ર આણંદ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે સરદાર સ્મૃતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
સરદાર સ્મૃતિ યાત્રા તા.૩૧ ઓક્ટોબર ૨૦૨૫ના સવારે ૧૦ કલાકે સરદાર પટેલ યુનિવર્સિટીની સરદાર પટેલની અર્ધ પ્રતિમાથી શરૂઆત થઈ શહીદ ચોકથી બેંક ઓફ બરોડા થઈ ભાઈકાકા સ્ટેચ્યુ થઈ મોટા બજાર થઈ સીવીએમ ઓફિસથી યુનિવર્સિટીએ સમાપ્ત થશે.
આ સરદાર સ્મૃતિમાં મુખ્ય મહેમાન તરીકે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી ઉપસ્થિત રહેશે. તદ્ઉપરાંત અતિથિ વિશેષ તરીકે રાજ્ય નાણાં મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેનાર છે.
સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડો.નિરંજનભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં સાંસદશ્રી મિતેશભાઈ પટેલ તથા જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલ સહિત ધારાસભ્યશ્રીઓ તથા સીવીએમના ચેરમેને પણ ઉપસ્થિત રહેશે.