સરકારી આઈ.ટી.આઈ સોજીત્રામાં પ્રવેશ પ્રક્રિયામાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારો જોગ
પ્રકાશિત તારીખ : 01/05/2025
તા.૩૦ જુન ૨૦૨૫ સુધીમાં સંસ્થા ખાતે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે
આણંદ,ગુરૂવાર:સરકારી આઈ.ટી.આઈ સોજીત્રામાં કોપા ટ્રેડ( ૧ વર્ષ) ૪૮ સીટો,ઈલેકટ્રીશિયન(૨ વર્ષ) ૪૦ સીટો,ફિટર(૨ વર્ષ) ૪૦ સીટો તેમજ વાયરમેન (૨ વર્ષ) ૪૦ વર્ષ સીટો માટે પ્રવેશ કામગીરી શરૂ કરવામાં આવી છે.પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ તા.૩૦ જુન ૨૦૨૫ સુધીમાં સંસ્થા ખાતે https://itiadmission.gujarat.gov.in ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું તેમજ રજિસ્ટર્ડ કરવાનું રહેશે.વધુ માહિતી માટે સોજીત્રાના નાગરિક પુરવઠો ગોડાઉન આવેલ સરકારી આઈ.ટી.આઈ ખાતે રૂબરૂમાં સંપર્ક કરવો.