બંધ

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બોરસદના ધનાવશીની પ્રાથમિક શાળાના નવનિર્મિત વર્ગખંડોનું લોકાર્પણ કરતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી

પ્રકાશિત તારીખ : 29/03/2025

આણંદ,શનિવાર: સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બોરસદના ધનાવશીની પ્રાથમિક શાળાના નવનિર્મિત વર્ગખંડોનું લોકાર્પણ કાર્યક્રમ  નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષપદે યોજાયો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ મંત્ર “સૌના સાથ,સૌના વિકાસ,સૌના વિશ્વાસ,સૌના પ્રયાસને” યાદ કરતાં જણાવ્યું કે,વિકાસના કોઈ પણ કામને ચરિતાર્થ કરવા હોય જન પ્રતિનિધિઓએ  સૌના વિશ્વાસ પર સાચા ઉતરવા માટે સૌના પ્રયાસની જરૂરીયાત રહેતી હોય છે.આથી લોકભાગીદારી વિના વિકાસનો કામો પાર પાડવા એ મુશ્કેલ કાર્ય નાયબ મુખ્ય દંડકશ્રીએ ગણાવ્યું હતું.

રૂ.૪૭ લાખના ખર્ચે નિર્માણ પામેલ વર્ગખંડોના લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્ય દંડકશ્રીએ ઉમરેતા વધુમાં જણાવ્યું હતું કે, ભારતનું સાચું ભવિષ્ય નાના ભૂલકાઓ ગણાવતા તેમના શૈક્ષણિક ક્ષેત્રે બાળકોને સકારાત્મક વાતાવરણ પૂરું પાડવામાં આવશે તો વડાપ્રધાનશ્રીના  વિકસિત ભારત @ ૨૦૪૭ના સ્વપનને ઝડપથી પૂર્ણ કરાશે,તેમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું 

આ વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે,બાળકોને સવારના નાસ્તામાં ચણા આપવામાં તેમ વાલીઓએ ઘરે પણ બાળકોને પૌષ્ટિક આહાર આપીને બાળકની તંદુરસ્તી જળવાય તેના પર વિશેષ ભાર  પ્રમુખશ્રીએ મૂક્યો હતો.વધુમાં વરિષ્ઠ ગામજનોને આયુષ્યમાન કઢાવીને આરોગ્ય સહિત અન્ય  સરકારી યોજનાઓ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ,જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ સુનિલભાઈ સોલંકી,નાયબ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી આર.આર.સોલંકી,સરપંચશ્રી,ઉપસરપંચશ્રી,તલાટી કમ મંત્રીશ્રી,ધનાવશી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અને શિક્ષણ ગણ સહિત પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યાં હતા.

Inauguration of Newly Constructed Classrooms at Dhanavashi Primary School, Borsad, Under Samagra Shiksha Abhiyan 5

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બોરસદના ધનાવશીની પ્રાથમિક શાળાના નવનિર્મિત વર્ગખંડોનું લોકાર્પણ કરતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી

Inauguration of Newly Constructed Classrooms at Dhanavashi Primary School, Borsad, Under Samagra Shiksha Abhiyan 4

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બોરસદના ધનાવશીની પ્રાથમિક શાળાના નવનિર્મિત વર્ગખંડોનું લોકાર્પણ કરતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી

Inauguration of Newly Constructed Classrooms at Dhanavashi Primary School, Borsad, Under Samagra Shiksha Abhiyan 3

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બોરસદના ધનાવશીની પ્રાથમિક શાળાના નવનિર્મિત વર્ગખંડોનું લોકાર્પણ કરતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી

Inauguration of Newly Constructed Classrooms at Dhanavashi Primary School, Borsad, Under Samagra Shiksha Abhiyan 2

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બોરસદના ધનાવશીની પ્રાથમિક શાળાના નવનિર્મિત વર્ગખંડોનું લોકાર્પણ કરતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી

Inauguration of Newly Constructed Classrooms at Dhanavashi Primary School, Borsad, Under Samagra Shiksha Abhiyan 1