વિશ્વ આરોગ્ય દિવસના અવસરે આણંદમાં આરંભાયેલો આરોગ્ય યજ્ઞની એક ઝાંખી
પ્રકાશિત તારીખ : 08/04/2025
આણંદ,સોમવાર: આજે વિશ્વ આરોગ્ય દિવસના અવસરે આણંદ જિલ્લામાં આરંભાયેલો આરોગ્ય યજ્ઞની એક આગવી ઝાંખી જોઈએ તો.
- ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પાત્રતા ધરાવતા કુટુંબોને આરોગ્ય લક્ષી સેવાઓ વિનામૂલ્ય મળી રહે તે માટે આયુષ્માન ભારત યોજના અમલમાં મૂકવામાં આવી છે.
- આણંદ જિલ્લામાં ૮ તાલુકાઓમાં ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૦૮ શહેરી આરોગ્ય કેન્દ્ર ૧૪ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, એક ડીસ્ટ્રીક હોસ્પિટલ, એક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ૨૨૩ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કાર્યરત છે, જેમાં માતૃબાળ કલ્યાણ, કુટુંબ કલ્યાણ, આયુષ્માન ભારત, રસીકરણ, ડાયાલિસિસ સેન્ટર, વિવિધ ચેપી રોગો તથા બિનચેપી રોગોની સેવાઓ ઉપલબ્ધ છે.
- આણંદ જીલ્લામાં ૩૫૩૩૪ (૮૧%)સગર્ભાબેહેનોની નોધણી કરી તમામ સગર્ભા બહેનોની સંસ્થાકીય
ડિલેવરી કરવામાં આવી. આ ઉપરાંત ૩૩૬૦૭ બાળકોનું સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું.
બિનચેપીરોગોની અંદાજિત ૧૦લાખ લોકોની તપાસ કરી અંદાજિત ૬૦હજારથીવધુલોકોને(ડાયાબિટીસ,બીપી,અનેકેન્સર)સારવાર ઉપર મૂકવામાં આવ્યા. ૯ લાખ આયુષ્યમાનકાર્ડ કાઢવામાં આવ્યા અને ૭૦વર્ષથી વધુ ઉંમર ધરાવતા સિનિયર સિટીઝનના અંદાજિત ૬૭૦૦૦કાર્ડ કાઢવામાંઆવ્યા.
- જિલ્લામાં રાષ્ટ્રીયબાળ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત ૩૬ મોબાઈલ હેલ્થ ટીમ કાર્યરત છે જેના મારફતે સમગ્ર જિલ્લામાં આરોગ્ય લક્ષી કામગીરી કરવામાં આવી રહી છે.
- નિક્ષય પોષણ યોજના હેઠળ ટીબીના દર્દીઓને દર મહિને રૂપિયા ૧૦૦૦/- ની સહાય સારવાર ચાલુ હોય ત્યાં સુધી અંદાજિત વર્ષ૨૦૨૪-૨૫માં રૂ. ૧.૮૬ કરોડ ચૂકવવામાં આવેલ છે.અને ૩૨૫ નિક્ષયમિત્ર દ્વારા ૪૨૯૬ ટીબી દર્દીઓને ન્યુટ્રિશનકીટ આપવામાં આવી.
- જનની સુરક્ષા યોજના હેઠળ ગરીબી રેખા હેઠળના બીપીએલ કાર્ડ ધરાવતા કુટુંબની સગર્ભા બહેનો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કુટુંબની સગર્ભા બહેનોને આ લાભ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત લાભાર્થીને રૂપિયા ૭૦૦/- ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં રૂપિયા ૬૦૦/- પોષણયુક્ત ખોરાક માટે સગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ મહિના ના સમયગાળામાં ચૂકવવામાં આવે છે. આમ, આણંદ જિલ્લામાં નગરજનોને આરોગ્યલક્ષી શ્રેષ્ઠ સુવિધા આપવા માટે જિલ્લાનું આરોગ્ય તંત્ર અથાક કામ કરી રહ્યું છે.
- જનની શીશુ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને રૂ.૨૩.૪૮ /- લાખ રૂપિયાનો લાભ આપવામાં આવેલ છે.
- પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત ૧૧૪૪૩ સગર્ભા માતાઓને દર માસ ની ૯ મી અને ૨૪ મી તારીખે તબીબી તપાસ અને ક્લિનિકલી સારવાર આપવામાં આવે છે.
- નમોશ્રી યોજના અંતર્ગત ૨૨૦૦૪ સગર્ભા બેનોને રૂ.૫,૪૬ કરોડ અંદાજીત રૂપિયાનો લાભ આપવામાં આવેલ છે.
- પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અન્વયે ૧૫૮૨૫ સગર્ભા બેનોને લાભ આપવામાં આવેલ છે.