• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

વિદ્યા ડેરી ખાતે વિશ્વ પર્યાવરણ દિન યોજાયો

પ્રકાશિત તારીખ : 06/06/2025

 “બીટ પ્લાસ્ટિક પોલ્યુશન” અંતર્ગત પ્લાસ્ટિક પ્રદૂષણ નિવારણ અર્થે “વિધા ડેરી” ખાતે “વિશ્વ પર્યાવરણ દિવસ”નું કરાયું આયોજન.

આણંદ,ગુરુવાર: વિદ્યા ડેરી પરિસરમાં પ્લાસ્ટિક કચરાને વીણી, સંગ્રહ કરીને સફાઈ ઝુંબેશ આદરવામાં આવી હતી. ૪ જુન, ૨૦૨૫ નાં રોજ વિદ્યા ડેરી પ્લાંટમાં કાર્યરત કામદાર મિત્રો અને ડેરી વિજ્ઞાનનાં વિદ્યાર્થીઓને “ઔધ્યોગિક સ્તરે પ્લાસ્ટિક” ને નાથવાનાં ઉપાયો” વિષય અંતર્ગત તાલીમી પ્રશિક્ષણ આપવામાં આવ્યું.

તારીખ ૫ જુન, ૨૦૨૫ નાં રોજ વિદ્યા ડેરી ખાતે, વિશ્વ પર્યાવરણ થીમ “બીટ પ્લાસ્ટિક પોલ્યુશન” નાં અનુસંધાનમાં ડેરી વિજ્ઞાનના વિદ્યાર્થીઓ દ્વારા કુલ ૧૨ પોસ્ટર રજૂ કરવામાં આવ્યા અને જાગૃતિનાં ભાગ રૂપે તેનું પ્રદર્શન યોજવામાં આવ્યું. જે પોસ્ટરના મૂલ્યાંકન કરવા વિદ્યા ડેરીનાં ચેરપરસન શ્રીમતી સુનિતા પીન્ટો, આસી. ડાયરેકટર ઇંડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ (ફેકટરી ઇન્સ્પેકટર) શ્રીમતી રીનાબેન રાઠવા અને જી.સી.એમ.એમ.એફ. ના શ્રી મુકેશ દવે (એ.જી.એમ.-એકસપોર્ટ) ઉપસ્થિત રહ્યા હતા.

વિશ્વ પર્યાવરણ દિન ની ઉજવણી અંતર્ગત વિદ્યા ડેરીનાં પરિસરમાં ઉપસ્થિત દરેક મુખ્ય અતિથિઑ, કર્મચારીગણ અને વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

વિદ્યા ડેરી ખાતે વિશ્વ પર્યાવરણ દિન યોજાયો 2

વિદ્યા ડેરી ખાતે વિશ્વ પર્યાવરણ દિન યોજાયો

વિદ્યા ડેરી ખાતે વિશ્વ પર્યાવરણ દિન યોજાયો 1