બંધ

“લીંબોળી : પ્રાકૃતિક બાયો-ઇનપુટ માટેનું સોનાનું ફળ”

પ્રકાશિત તારીખ : 19/06/2025

આણંદ, મંગળવાર: પ્રાકૃતિક કૃષિ એ હવે રાષ્ટ્રીય મિશન બનતું જાય છે.જે અન્વયે વિવિધ રાજ્યમાં પણ  ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે વિવિધ સ્તરે ખેડૂતોને પ્રાકૃતિક  કૃષિલક્ષી માહિતીથી માહિતગાર કરવામાં આવી રહ્યાં છે.

જે અન્વયે આજે આપણે લીમડાની લીંબોળી કે જે પ્રાકૃતિક ખેતી માટે સોનું ફળ સાબિત થયું છે. તેના વિશે વિસ્તૃત વિગતો જોઈએ.

લીંબોળી શું છે?

લીંબોળી એ લીંબડાના ઝાડ પરથી મળતી ફળ છે. જેમાં એઝાડીરેક્ટિન અને અન્ય બાયોએટીવ કોમ્પાઉન્ડ્સ હોય છે. આ રાસાયણિક તત્વો કૃત્રિમ કિટનાશકોની જેમ કાર્ય કરે છે અને કૃષિ જીવાતોને નિયંત્રિત કરવા માટે પ્રાકૃતિક અને પર્યાવરણ અનુકૂળ વિકલ્પ છે.

લીંબોળી પરથી બનેલા પ્રાકૃતિક ઉત્પાદન, જેમ કે નીમઆસ્ત્ર, નીમ પાવડર, વગેરે જૈવિક કૃષિમાં જંતુનાશક તરીકે અને પાકની સુરાક્ષા માટે ઉપયોગ થાય છે.

શા માટે હમણાં લીંબોળી એકત્ર કરવી?

નિમના ઝાડ પરથી ફળોમાં  એઝાડીરેક્ટિનનું સઘન પ્રમાણ હોય છે, જેના કારણે બાયો-ઈનપુટ બનાવવા માટે આ ફળો શ્રેષ્ઠ સ્ત્રોત છે.

પ્રાકૃતિક બાયો-ઇનપુટના ઉપયોગથી કીટનાશકોની જરૂરિયાત ઘટે છે, જે જમીનના માઇક્રોબાયોલોજીકલ બેલેન્સને સુધારે છે અને સ્વસ્થ ખેતી માટે મદદરૂપ બને છે.

લીંબોળી એકત્ર કરવા માટે જાડા અને સ્વચ્છ હાથમાં ગ્લોવ્સ પહેરીને નજીકના ઝાડ પરથી તૂટેલા અને પેલા પાકેલ ફળો ભેગા કરો.ફળોને કચરાથી દૂર રાખવા માટે સૂકવવા અથવા ધોવા (જરૂરિયાત પ્રમાણે) પછી સઘન સુરક્ષિત જગ્યાએ ભેગા કરવા જોઈએ.પ્રાકૃતિક પદ્ધતિથી નિર્મિત બાયો-ઈનપુટ ખેતીમાં રોગ અને જીવાત સામે પ્રાકૃતિક સશક્ત સાધન છે.

આમ,દરેક ખેતરમાં લીમડાનો શ્રેષ્ઠ વપરાશ લીંબોળીથી શરુઆત કરવી જોઈએ.