બંધ

રૂ. ૩.૯૮ કરોડના ખર્ચે વિવિધ નાળાના કામોનું રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલના હસ્તે કરાયું ખાતમુહૂર્ત

પ્રકાશિત તારીખ : 03/01/2026

પેટલાદ વિધાનસભા વિસ્તારમાં વહેરા, ડભાસી અને સંતોકપુરા ગામે કાંસ ઉપર નવા નાળાઓ બનાવાશે

આણંદ, શનિવાર: આણંદ જિલ્લામાં પ્રજાલક્ષી સુવિધાઓમાં વધારો કરવાના ઉમદા હેતુ સાથે વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પેટલાદ વિધાનસભા વિસ્તારમાં વહેરા, ડભાસી અને સંતોકપુરા ગામોમાંથી પસાર થતા કાંસ ઉપર અંદાજિત રૂ. ૩ કરોડ ૯૮ લાખના ખર્ચે નિર્માણ પામનારા વિવિધ નાળાના કામોનો વિધિવત પ્રારંભ નાણા રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે કાશીયાપુરા સીમ વિસ્તાર ખાતેથી કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે આ નવા નાળાના નિર્માણથી પેટલાદ વિધાનસભા વિસ્તારમાં વહેરા, ડભાસી અને સંતોકપુરા ગામોના સ્થાનિક ખેડૂતો તેમજ ગ્રામજનોની વર્ષો જૂની અવર-જવરની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે જે રાજ્યના છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાની કટિબદ્ધતા દર્શાવે છે.            

આ ખાતમુહૂર્ત અવસરે આણંદ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનશ્રી જયનસિંહ ચૌહાણ, બોરસદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મિહિરભાઈ પટેલ, વહેરા ગામના સરપંચ શ્રી કુશાગ્રભાઈ પટેલ, ઉપરાંત વિવિધ ગામના અગ્રણીઓ સહિત કાર્યપાલક ઈજનેર શ્રી, નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.