બંધ

રાજ્ય સરકારના બજેટમાં આણંદ જિલ્લા માટે થયેલી વિશેષ જોગવાઇ

પ્રકાશિત તારીખ : 20/02/2025

સોજીત્રા અને આંકલાવમાં નવા મહેસુલી ભવનોના બાંધકામ માટે કરવામાં આવી નાણાંકીય જોગવાઇ

આણંદ, ગુરૂવાર : રાજ્ય સરકાર દ્વારા આજે વિધાનસભામાં રજૂ કરવામાં આવેલ બજેટમાં આણંદ જિલ્લા માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.

મહેસુલી સેવાઓ નાગરિકોને સરળતાથી અને ત્વરિત મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. જેની પ્રતિતી આ બજેટમાં થઈ છે. આ બજેટમાં મહેસુલ વિભાગ માટે કુલ રૂપિયા ૫,૪૨૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આ બજેટમાં મહેસુલ વિભાગ માટે કરવામાં આવેલ જોગવાઈમાં આણંદ જિલ્લા માટે બે મહેસુલી ભવનોના નિર્માણ માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે. જે અન્વયે જિલ્લાના સોજીત્રા અને આંકલાવ તાલુકા મથક ખાતે નવા મહેસુલી ભવનોના બાંધકામ માટે બજેટમાં નાણાંકીય જોગવાઈ કરવામાં આવી છે. જેના કારણે નગરજનોને વધુ સારી સુવિધા ઉપલબ્ધ બનશે.