બંધ

રાજ્યના આર્થિક નબળા વર્ગના લોકોને સહાયભૂત થવા માટે ટ્રેડ વાઈઝ સાધન/ઓજારના સ્વરૂપમાં સહાય એટલે માનવ કલ્યાણ યોજના

પ્રકાશિત તારીખ : 16/04/2025

વર્ષ: ૨૦૨૫-૨૬ અંતર્ગત અરજદારોએ https://e-kutir.gujarat.gov.in  પોર્ટલ પર ઓનલાઈન અરજી તા.૮ મી મે ૨૦૨૫ સુધીમાં કરવાની રહેશે.

આણંદ,બુધવાર: ગુજરાત સરકારશ્રીના કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગની કચેરીના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફત અમલીકૃત માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતના આર્થિક નબળા વર્ગના લોકોને સહાયભૂત થવા માટે ટ્રેડ વાઈઝ સાધન/ઓજારના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે.

આ યોજના હેઠળ ૧૦ પ્રકારની ટ્રેડના કારીગરોને (અથાળા બનાવટ કિટ, ઈલેકટ્રીક એપલાયન્સીસ રીપેરીંગ કીટ,દૂધ દહી વેચનાર કિટ,પંચર કિટ, પાપડ બનાવટ કિટ, બ્યુટી પાર્લર કિટ,ભરતકામ કિટ,વાહન સર્વિસીંગ અને રીપેરીંગ કીટ,સેન્ટ્રીંગ કામ કીટ)આવરી લેવામાં આવેલ છે.આ યોજના હેઠળ બી.પી.એલ/શહેરી સુવર્ણ જયંતી કાર્ડ તેમજ ઓછી આવક ધરાવતા કુટુંબના લોકોને સાધન/ઓજાર સહાય માટે અગ્રતા આપવામાં આવે છે.

આ યોજના હેઠળ લાભ મેળવતા ઈચ્છતા લાભ મેળવતા ઈચ્છતા અરજદારોએ https://e-kutir.gujarat.gov.in  પોર્ટલ પર ઓનલાઈન અરજી તા..૮ મી મે ૨૦૨૫ સુધીમાં કરવાની રહેશે.અસલ ડોક્યુમેન્ટસની સ્કેન કોપી જ ઓનલાઈન અપલોડ કરવાની રહેશે.કુટુંબમાં એક વાર લાભ મળેલ હોય તેમણે ફરી અરજી કરવી નહી તેમ જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર આણંદની એક અખબારી યાદીમાં જણાવાયું છે.