“મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનમાં સહભાગી બનવાનો અનોખો અવસર
પ્રકાશિત તારીખ : 24/04/2025
પરંપરાગત દેશી પીણાને રોજિંદા જીવનમાં અપનાવવાથી મેદસ્વિતા નિવારી શકાશે.
આણંદ, મંગળવાર: હાલમાં ગુજરાત સરકાર મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન શરુ- કર્યું છે. જે અંતર્ગત આજે આપણે એવા દેશી પીણાંઓ વિશે વાત કરીશું જે ચરબી ઓછી કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. દરેક વ્યક્તિ પેટની ચરબીને ઓછી કરવામાં માંગ છે. પણ આ હઠીલી ચરબી જલ્દીથી ઓછી થતી નથી પણ જો તમે તમારી જીવનશૈલી અથવા આહારમાં ઘણો બધો ફેરફારો કર્યા વિના ફેટ ઘટાડવા માંગતાં હો, તો તમારે અમુક દેશી અને આયુર્વેદિક પીણાં સવારમાં જ પીવા જોઈએ જે ચરબી ઘટાડી શકે છે.
ગ્રીન ટી: ગ્રીન ટી ચરબી ઓછી કરવા માટે જાણીતી છે તેમાં ઉચ્ચ એન્ટીઑકિસડન્ટ હોય છે. ભોજન પછી અને સવારે તેનું સેવન કરવાથી ચરબી ઓછી કરવામાં તે મદદ કરે છે તેનાં એન્ટીઑકિસડન્ટ ગુણવર્મા ચયાપચયમાં સુધારો કરે છે.
તજની ચા: તજની ચા એ શરીરની ચરબી ઓછી કરવાની એક સરસ રીત છે. સાંજે તજની ચા પીવાથી તે તમારાં ચયાપચયને વધારવામાં મદદ કરી શકે છે તેનો એન્ટીબેકટેરિયલ અને એન્ટીઑકિસડન્ટ ગુણધર્મોને કારણ તે શરીરમાંથી ઝેરી તત્વોને પણ દુર કરે છે અને લીવરને સ્વસ્થ રાખે છે.
છાશ: જો તમે વજન ઘટાડવા માટે કેટલાક સ્વાદિષ્ટ અને સ્વસ્થ વિકલ્પોની શોધમાં છો, તો છાશ એ શ્રેષ્ઠ વિકલ્પ છે.છાશને એક શ્રેષ્ઠ પીણાં તરીકે માનવામાં આવે છે.જે પેટની ચરબી ઘટાડે છે. છાશમાં પ્રોબાયોટિકસ હોય છે, જે પાચનમાં સુધારો કરે છે તે વિટામિન બી ૧૨ અને પોષક તત્વોના શોષણમાં વધારો કરે છે
જીરાનું પાણી : જીરામાં થાઈમોસિનોન નામનું એક તત્વ હોય છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત, જીરામાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો છે .જે પાચન અને ચયાપચયમાં વધારો કરે છે. શ્રેષ્ઠ બાબત એ છે કે, તે બનાવવું પણ સરળ છે. તમારે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું અથવા જીરા પાઉડર ઉમેરી તેને હલાવીને પીવાનું હોય છે.
મધ અને લીંબુને ગરમ પાણી સાથે લેવું : વજન ઘટાડવા માટે લીંબુની ચા પ્રખ્યાત છે. જ્યારે પેટની ચરબી ઘટાડવાની વાત આવે છે. ત્યારે લીંબુને ગરમ પાણી સાથે એક શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. લીંબુ શરીરને સાફ કરે છે, જે ચયાપચયમાં વધારો કરે છે અને ચરબીને ઓગાળવામાં મદદરૂપ થાય છે. તેનો સ્વાદ વધારવા માટે, તમે તેમાં થોડું મધ ઉમેરી શકો છો. મધ વજન ઘટાડવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે. એક કપ ગરમ પાણીમાં અડયો ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો અને તેને સવાર ખાવી પેટ પર પીવાથી વજન નિયંત્રિત રહે છે.
આમ,ઉપરોક્ત દેશી પીણાએ રોજિંદા જીવનમાં અપનાવવાથી પણ મેદસ્વિતાંથી મુક્ત બનીને “મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનમાં સાચા અર્થમાં સહભાગી બનીશું.