મહાનગરપાલિકા દ્વારા અમૂલ ડેરી રોડ ઉપર શાક માર્કેટ ની આજુબાજુ ઉભા રહેતા લારી ગલ્લા ફ્રુટની લારીઓ માટે વેન્ડિંગ ઝોન બનાવાશે
પ્રકાશિત તારીખ : 08/12/2025
ટીપી સ્કીમ નંબર 1 ના ફાઇનલ પ્લોટ નંબર 65 ના એરીયા 1749.59 સ્ક્વેર મીટર જગ્યા વેડિંગ ઝોન માટે ફાળવાઇ
અમુલડેરી રોડ ઉપર શાકમાર્કેટની આસપાસ ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે
આણંદ, શનિવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ અમૂલ ડેરી રોડ ઉપર આવેલ શાકમાર્કેટ અને તેની આસપાસના વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ના થાય તે માટે ત્યાં ઉભા રહેતા લારી ગલ્લા વાળા તથા ફ્રુટ ની લારીઓ વાળાઓ માટે વેન્ડિંગ ઝોન ઉભો કરવામાં આવનાર છે.
આ વેન્ડિંગ ઝોન જે ડોક્ટર અજય કોઠીયાલાની હોસ્પિટલની પાછળની સાઈડ પર ટીપી સ્કીમ નંબર 01 ના ફાઇનલ પ્લોટ નંબર 65 ના એરીયા 1749.59 સ્ક્વેર મીટર વાળો ઓપન પ્લોટ જે કમ્પાઉન્ડ વોલ સાથેનો છે, ત્યાં 100 કરતાં વધારે લારીઓ ઉભી રહે અને પાર્કિંગ પણ સરળતાથી થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવનાર છે. આ ઉપરાંત આ પ્લોટ માં મહાનગરપાલિકા દ્વારા પાણી સહિત આનુસાંગિક સગવડ પણ ઊભી કરવામાં આવી છે.
આમ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના મુજબ ફ્રુટ ની લારીઓ વાળા માટે વેન્ડિંગ ઝોન ઉભો કરવાથી અમૂલ ડેરી રોડ ઉપર શાક માર્કેટ અને તેની આસપાસ ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે અને નાગરિકોને વધુ સુવિધા મળશે તેમ મનપાના એસ્ટેટ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.