બંધ

મરચીની ખેતીમાં પેટલાદ તાલુકાના ભાટીયેલ ગામના ખેડૂતની નોંધપાત્ર સિધ્ધી

પ્રકાશિત તારીખ : 11/04/2025

ખેડૂત શ્રી કેતનભાઇ પટેલે મરચીના વાવેતરમાં રૂ.૩.૫૦ લાખ જેટલા ખર્ચની  સામે બમણાથી ઉપરાંતની આવક મેળવી.

આણંદ,શુક્રવાર: આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ભાટીયેલ ગામના આત્મનિર્ભર ખેડૂત શ્રી કેતનભાઇ પટેલે મરચીની ખેતીમાં નવી સફળતા હાંસલ કરી છે. તેમના દ્વારા મરચીનું  ઓક્ટોબર મહિનામાં વાવતેર કરવામાં આવ્યું હતું. મરચીનું મોડી  રોપણી હોવા છતાં, તેમણે Good agricultural practices  પધ્ધતિ દ્વારા  તેમજ યોગ્ય પાણી વ્યવસ્થાપન અને જીવાત નિયંત્રણના ઉપયોગથી ગુણવતાવાળું ઉત્પાદન મેળવ્યું છે.

શ્રી કેતનભાઈ પટેલના ખેતરમાં મરચીનો પાક ૨ વિઘા વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી તેમણે મરચીના વાવેતરમાં રૂ.૩ લાખ ૫૦ હજાર જેટલો ખર્ચ કર્યો છે.જેની સામે મરચીના વેચાણથી બમણાથી ઉપર એટલે કે રૂ.૭ લાખ ૨૫ હજારની આવક મેળવી છે. જે ખેતીના ક્ષેત્રમાં એક પ્રેરણાદાયક ઉદાહરણ બની રહ્યું છે.

વધુમાં ખેડુતશ્રી કેળની ખેતી પણ કરે છે, જેમા બાગાયત ખાતા દ્વારા કેળ પાકમાં રૂ. ૩૭ હજારની સહાય આપવામાં આવી છે.

નાયબ બાગાયત નિયામકશ્રી ડો. સ્મિતાબેન પિલ્લાઇના જણાવ્યા મુજબ ખેડૂતશ્રી કેતનભાઈની  સફળતા પાછળ બાગાયત ખાતાની યોજનાના વિવિધ લાભો, ખેડૂતની મહેનત, યોગ્ય સમય પર ખેતીની કામગીરી, બજારની માહિતી સાથે જોડાયેલા નિર્ણય, ટેકનિકલ માર્ગદર્શન દ્વારા આણંદ જિલ્લાના ખેડૂતો આત્મનિર્ભર બની રહ્યા છે.