• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

ભારત સરકાર દ્વારા સંગ્રહખોરી અને અનૈતિક અટકળોને રોકવા માટે સ્ટોક લીમીટ દાખલ  કરાઈ

પ્રકાશિત તારીખ : 27/06/2025

તા..૨૭ મે ૨૦૨૫થી લાગુ કરાતી મર્યાદા અન્વયે દિન-૧૫માં નિર્ધારિત સ્ટોકને મર્યાદા હેઠળ લાવવાનો રહેશે

ઉપયોગકર્તા સ્ટોક-ડિક્લેરેશન માટે નવા URL https://foodstock.dfpd.gov.in પર Wheat Stock Portal પર રજીસ્ટ્રેશન કરાવીને તેને દર શુક્રવારે અપડેટ કરવાનું રહેશે: જિલ્લા પુરવઠા અધિકારી

આણંદ,ગુરૂવાર: ભારત સરકાર દ્વારા ઘઉંની  સંગ્રહખોરી અને અનૈતિક અટકળોને રોકવા અને ગ્રાહકો માટે પોષણક્ષમતા સુધારવા માટે, સ્ટોક મર્યાદા લાદી છે. આ સ્ટોક મર્યાદા હોલસેલર્સ, રિટેલર્સ, મોટા ચેઈન રિટેલર્સ, મિલર્સ,આયાતકારો અને પ્રોસેસર્સને લાગુ પડે છે.

ભારત સરકાર દ્વારા તા.૨૭ મે ૨૦૨૫થી સ્ટોક લીમીટ દાખલ કરવામાં આવી છે. જે અન્વયે વેપારીઓ/હોલસેલર્સ: 3000 MT; રિટેલર્સ: દરેક રિટેલ આઉટલેટ માટે 10 MT;મોટા ચેઇન રિટેલર્સ: દરેક દરેક રિટેલ આઉટલેટ માટે 10 MT મહત્તમ જથ્થા (10 આઉટલેટ્સની કુલ સંખ્યા દ્વારા ગુણાકાર) તેમના તમામ આઉટલેટ્સ અને ડેપો પર MT સ્ટોક પ્રોસેસર્સ માસિક સ્થાપિત ક્ષમતા (MIC) ના 70% ક્ષમતા વર્ષ 2025-26 સુધી બાકીના મહિનાઓથી ગુણાકાર મુજબનો જથ્થો રાખી શકે છે.

તમામ એન્ટીટીએ Wheat Stock Portal પર રજીસ્ટ્રેશન ન કરાવેલ હોય તો રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તથા પોર્ટલ પર દર શુક્રવારે સ્ટોકની સ્થિતિ અપડેટ કરવાની રહેશે. જો સ્ટોકની માત્રા નિર્ધારિત મર્યાદાથી વધુ હોય, તો ભારત સરકારનું જાહેરનામું ઈશ્યુ થયાના દિન-૧૫માં સ્ટોકને નિર્ધારિત સ્ટોક મર્યાદા હેઠળ લાવવાનો રહેશે.

આ ઉપરાંત વધુ જાણકારી અર્થે ઈ-મેલ આઈ-ડી – wheatstock-fpd@gov.in પર DFPD નો સંપર્ક કરવાનો રહેશે.Wheat Stock Portal જે અગાઉURL: https://evegoils.nic.in/wsp પર ઉપલબ્ધ હતું.તે તા.૩૦ મે ૨૦૨૫થી નવા URL :https://foodstock.dfpd.gov.in પર સ્થાનાંતરિત કરી કાર્યરત કરવામાં આવેલ છે. ઉપયોગકર્તા સ્ટોક-ડિક્લેરેશન માટે નવા URL : https://foodstock.dfpd.gov.in નો ઉપયોગ કરી શકે છે. તેમજ અગાઉના જૂના URLનો ઉપયોગ કરતા સમયે ઉપયોગકર્તાએ નવા URL પર Redirect કરવાનું રહેશે. એડમીન માટેના અગાઉના ક્રેડેન્શીયલ (User ID/Password) જાળવી રાખવામાં આવેલ છે, જેની ઉપયોગકર્તાએ ચકાસણી અને ખાતરી કરવાની રહેશે.

જે બાબતો ધ્યાને લઇ તમામ એન્ટીટીએ નવા URL https://foodstock.dfpd.gov.in પર  Wheat Stock Portal પર રજીસ્ટ્રેશન ન કરાવેલ હોય તો રજીસ્ટ્રેશન કરવા અંગેની કામગીરી પુરી કરવા તેમજ તમામ વિગતોની ખરાઇ કરવા તેમજ અદ્યતન વિગતો ઓનલાઇન અપડેટ કરવા તથા પોર્ટલ પર દર શુક્રવારે સ્ટોકની સ્થિતિ અપડેટ કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવે છે.

વધુમાં જો સ્ટોકની માત્રા નિર્ધારિત મર્યાદાથી વધુ હોય, તો ભારત સરકારનું જાહેરનામું ઈશ્યુ થયાના દિન-૧૫માં સ્ટોકને નિર્ધારિત સ્ટોક મર્યાદા હેઠળ લાવવાનો રહેશે, તેમ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.