બંધ

પ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

પ્રકાશિત તારીખ : 06/06/2026

પેટલાદ ખાતે નાણાં રાજય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતમાં ઉજવાયો વિશ્વ પર્યાવરણ દિવસ

ધરતીને હરિયાળી બનાવવાનો દ્રઢ સંકલ્પ લેવા અનુરોધ કરતા મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ

આણંદ, શુક્રવાર , વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે પેટલાદ નગરપાલિકા અને તાલુકા ફોરેસ્ટ ઓફિસ પેટલાદના સંયુક્ત ઉપક્રમે તથા પેટલાદ ચેમ્બર ઓફ કોમર્સ, રેડક્રોસ સોસાયટી તેમજ ચરોતર વણકર સમાજ પેટલાદની જન ભાગીદારી થકી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં  નાણા રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એ “એક પેડ માં કે નામ” નો જે સંકલ્પ લેવડાવ્યો છે તે સંકલ્પને પરિપૂર્ણ કરવાનો આજે દિવસ છે. બધા નાગરિકો વૃક્ષો વાવે અને તેનું જતન કરે તે ખૂબ જ જરૂરી છે. પર્યાવરણીય સંતુલન ન બગડે તે માટે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવે છે. તો સૌ સાથે મળીને ધરતીને હરિયાળી બનાવવાનો દ્રઢ સંકલ્પ લઈએ.

આ પ્રસંગે મંત્રીશ્રી અને મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં ઉપસ્થિત સૌ નગરજનોએ પર્યાવરણની જાળવણી તેમજ એક પેડ માઁ કે નામ થકી વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવાના સપથ લીધા હતા.

આ પ્રસંગે પેટલાદ નગરપાલિકા પ્રમુખ કોકિલાબેન તળપદા, ઉપપ્રમુખ મનીષભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયભાઈ પટેલ, કાઉન્સિલરો, મામલતદાર કે. ડી. સોલંકી, ચીફ ઓફિસર કૃણાલ પટેલ, રેન્જ ફોરેસ્ટ અધિકારી કે. એમ. તરમતા સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

પ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

પ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

પ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

પ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

પ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

પ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

 

 

 

 

 

 

પ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી