બંધ

પ્રાકૃતિક ખેતી પધ્ધતિમાં ઓછા ખર્ચે બનાવેલ કીટનાશક દવા કોઈપણ પાક માટે કારગર નિવડે છે.

પ્રકાશિત તારીખ : 01/11/2025

આણંદ, શુક્રવાર: આજે પ્રકૃતિનું શોષણ એટલા સ્તરે પહોંચ્યું છે કે માનવના અસ્તિત્વ ઉપર જોખમ ઉભુ થયુ છે. જમીન, પાણી, હવા વગેરે દરેક પ્રકારના કુદરતી સર્જનમાં  પ્રદૂષણ ફેલાયેલ છે. જમીનનું સ્વાસ્થ્ય એટલું ખરાબ થઈ ગયું છે કે તેમાં ઉત્પન્ન થતાં વનસ્પતિ અને અનાજ ખૂબ ઝેરી થઈ ગયા છે. વેદોમાં ઋષિઓએ માંનારૂપે ધરતી માતા અને ગૌમાતાને વિશેષ દરજ્જો આપ્યો છે, જેની સુરક્ષાની જવાબદારી દરેક માનવી પર છે.ધરતી માતાનું સ્વાસ્થ્ય ગૌમાતાના સંરક્ષણ સાથે ગાઢ રીતે સંકળાયેલું  છે.

માણસ ત્યાં સુધી જીવીત રહી શકશે જ્યાં સુધી ધરતીનું સ્વાસ્થ્ય સારૂં રહેશે. ઈતિહાસ સાક્ષી છે કે ધરતીનું સ્વાસ્થ્ય બગડવાથી અનેક સંસ્કૃતિઓનો વિનાશ થયેલ  છે. આજે આપણે જાણતાં—અજાણતાં માનવીય પ્રલય તરફ આગળ વધી રહ્યા છીએ. પ્રાકૃતિક કૃષિ આ દિશામાં કરવામાં આવેલ એક સામૂહિક પ્રયાસ છે, જેમાં છોડના આરોગ્ય પર નહીં પરંતુ જમીનના આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.છોડ તો આપ મેળે સ્વસ્થ થઈ જાય છે. આ કૃષિ પધ્ધતિ ગાય પર આધારિત છે. જેમાં પાક માટે જરૂરી તમામ પોષક તત્વો પૂરા પડે છે.

પ્રાકૃતિક કૃષિમાં ખેડૂતો કોઈપણ પાક અથવા ફળાઉ ઝાડ પર છંટકાવ માટે ઘરે જ દવાઓ બનાવી શકે છે.જેમાં ચૂસીયા પ્રકારની જીવાતો અને નાની ઈયળોના નિયંત્રણ માટે   વિવિધ આયામો ઉપયોગી નિવડે છે.

 ૧. નીમાસ્ત્રઃપાંચ કિ.ગ્રા. લીમડાના લીલા પાન અથવા પાંચ કિ.ગ્રા. સૂકાયેલી  લીંબોળી લઈ, ખાંડીને રાખવી. ૧૦૦ લીટર પાણીમાં આ ખાંડેલ લીમડો અથવા। લીંબોળીનો પાવડર નાખો.એમાં પ લીટર ગૌમૂત્ર નાખો અને ૧ કિ.ગ્રા.દેશીગાયનું  છાણ ભેળવવું. લાકડીથી આને મિશ્ર કરી ૪૮ કલાક સુધી ઢાંકીને રાખવું. દિવસમાં  ત્રણ વખત હલાવવું અને ૪૮ કલાક પછી આ મિશ્રણને કપડાથી ગાળી લેવું. હવે પાક। પર છંટકાવ કરો.

 ૨. બ્રહ્માસ્ર: કીટકો, મોટી જીવાતો અને ઈયળો માટે. રીતઃ ૧૦ લીટર ગૌમૂત્ર લો,તેમાં ૩ કિ.ગ્રા.લીમડાના પાન ખાંડીને નાખો. એમાં ૨ કિ.ગ્રા. કરંજના પાન નાખો. જો કરંજના પાન ન મળે તો ૩ કિ.ગ્રા. લીમડાના પાનની જગ્યાએ ૫ કિ ગ્રા. લીમડાના પાન નાખો, તેમાં ૨ કિ.ગ્રા. સીતાફળના પાનખાંડીને નાખો.ત્યાર બાદ તેમાં ૨ કિ.ગ્રા.સફેદ ધતુરાના ર કિ.ગ્રા. પાન ખાંડીને ઉમેરો. હવે આ મિશ્રણને ગૌમૂત્રમાં ભેળવી અને ઢાંકીને ઉકાળવું. આશરે ૩-૪ વખત ઉભરા આવ્યા પછી તેને ઉતારી લો. ૪૮ કલાક સુધી તેને ઠંડુ થવા  દેવું. પછી કપડાથી ગાળીને કોઈ મોટા વાસણમાં ભરીને રાખો. આ થઈ ગયુ બ્રહ્માસ્ત્ર। તૈયાર. ૧૦૦ લીટર પાણીમાં ૨-૨.૫ લીટરના પ્રમાણમાં ભેળવીને પાક પર છંટકાવ।  કરો.

૩. અગ્નિ અસ્ત્ર (અગ્ન્યસ્ત્ર):| વૃક્ષના થડ અથવા દાંડીઓમાં રહેતાં કીટકો, કળીઓમાં રહેતી જીવાતો, ફળોમાં રહેતી જીવાતો,કપાસના કાલામાં રહેતી જીવાતો તેમજ બધા પ્રકારની મોટી જીવાતો અને ઈયળો માટે.। રીત: ૨૦ લીટર ગૌમૂત્ર લો,તેમાં અડધો કિ.ગ્રા. લીલા મરચા ખાંડીને નાખો.। અડધો કિ.ગ્રા. લસણ ખાંડીને નાખો. પં કિ.ગ્રા. લીમડાના પાન ખાંડીને ઉમેરવા અને  આ મિશ્રણને લાકડીથી હલાવવું અને એક વાસણમાં ઉકાળવું. આશરે ૪-૫ વખત  ઉકાળ્યા પછી ઉતારી લો. ૪૮ કલાક સુધી તેને ઠડું પડવા દેવું. ૪૮ કલાક પછી આ। મિશ્રણને કપડાથી ગાળીને એક વાસણમાં ભરીને રાખો. ૧૦૦ લીટર પાણીમાં ૨- ૨.૫ લીટરના પ્રમાણમાં ભેળવીને પાક પર છંટકાવ કરો.।

૪. ફૂગનાશક: ફૂગનાશક દવા. રીતઃ ૧૦૦ લીટર પાણીમાં ત્રણ લીટર ખાટી છાશ અથવા લસ્સી ભેળવીને  પાક ઉપર છંટકાવ કરો.આ ફૂગ નાશક છે,સજીવક છે અને વિષાણુરોધક છે. ખૂબ જ  સારૂં કામ કરે છે. ૫. દશપર્ણી અર્કદવા:  એક પીપ અથવા માટીના વાસણમાં ૨૦૦ લીટર પાણી લો. તેમાં ૧૦ લીટર ગૌમૂત્ર નાખો. ૨ કિ.ગ્રા.દેશી ગાયનું છાણ નાખી બરાબર મિશ્ર કરો. ત્યાર પછી એમાં ૫ કિ.ગ્રા. લીમડાની નાની નાની ડાળીઓના કટકા કરીને નાખો,તેમજ ૨ કિ.ગ્રા. સીતાફળના પાન, ૨ કિ.ગ્રા. કરંજના પાન, ૨ કિ.ગ્રા. એરંડાના પાન, ૨  કિ.ગ્રા.ધતુરાના પાન,૨કિ.ગ્રા.બીલીના પાન, ૨ કિ.ગ્રા. મઢારના પાન, ૨ કિ.ગ્રા. બોરના પાન, ર કિ.ગ્રા. પપૈયાના પાન, ૨ કિ.ગ્રા. બાવળના પાન, ૨ કિ.ગ્રા. જામફળના પાન, ૨ કિ.ગ્રા. જાસૂદના પાન, ૨ કિ.ગ્રા. તરોટેના પાન, ૨ કિ.ગ્રા. બાવચીના પાન, ૨ કિ.ગ્રા.આંબાના પાન, ૨ કિ.ગ્રા. કરેણના પાન, ર કિ.ગ્રા.દેશી કારેલાના પાન, ૨ કિ.ગ્રા. ગલગોટા છોડના ટુકડા ઉમેરો. ઉપર જણાવેલ। વનસ્પતિઓ માંથી કોઈપણ દશ વનસ્પતિ નાખો. જો આપના વિસ્તારમાં બીજી ઔષધીય વનસ્પતિઓની જાણ હોય તો તેના પણ પાન લેવા. ત્યાર પછી અડધાથી  એક કિ.ગ્રા. ખાવાની તમાકુ અને અડધો કિ.ગ્રા.તીખા મરચાની ચટણી નાખવી. તે પછી એમાં ૨૦૦ ગ્રામ સુંઠનો પાઉડર તેમજ ૫૦૦ ગ્રામ હળદરનો પાવડર નાખવો, હવે તેને લાકડીથી હલાવવું, હવે આ મિશ્રણને છાંયામાં રાખી દિવસમાં ર વખત સવાર અને સાંજ લાકડીથી હલાવવું. આ મિશ્રણને વરસાદના પાણી તેમજ તડકાથી   બચાવવું.આ મિશ્રણને તૈયાર થવામાં ૪૦ દિવસ લાગે છે. ત્યારબાદ તેને કપડાથી ગાળી અને વાસણમાં ઢાંકીને રાખવું. આ મિશ્રણને છ માસ સુધી રાખી શકાય. ૨૦૦। લીટર પાણીમાં પ૫ થી ૬ લીટર દશપર્ણી અર્કજીવાતના નિયંત્રણ માટે છાંટવું. આ ખૂબ જ સરળ અને અસરકારક છે.

આમ,પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી ખેડૂતો કોઈપણ પાક અથવા ફળાઉ ઝાડ ઉપર કીટનાશક દવા છાંટવા માટે ઘરે બેઠા  દવા બનાવીને રાસાયણીક દવાના ખર્ચ ઘટાડી શકે છે.