પોષણ અભિયાન અંતર્ગત આણંદ વાસ્મો દ્વારા ગ્રામ્ય કક્ષાએ ફિલ્ડ ટેસ્ટ કીટ અપાઈ
પ્રકાશિત તારીખ : 24/09/2025
આંગણવાડી કેન્દ્રો ખાતે પાણીની ગુણવત્તા ચેક કરવાની કીટનું નિદર્શન કરાયું
આણંદ, મંગળવાર: સમગ્ર રાજ્યમાં પોષણ પખવાડિયાની ઉજવણી કરાઈ રહી છે,જે અન્વયે આણંદ જિલ્લામાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના દિશા નિર્દેશ મુજબ આણંદ જિલ્લાના વિવિધ ગામોમાં વાસ્મો દ્વારા પીવાના પાણીની ગુણવતા માટે ખાસ ધ્યાન આપવામાં આવેલ છે l. જેમાં ફિલ્ડ ટેસ્ટ કીટ (FTK ) દ્વારા ગ્રામ્ય કક્ષાએ જ પીવાનું પાણી ચકાસણી થાય તે માટે ગામોમાં આવી કીટ આપવામાં આવી છે. જેથી ગામમાંજ પીવાના પાણીની ગુણવતા જાણી શકાય.
પોષણ અભિયાન હેઠળ આંગણવાડી કેન્દ્રો ખાતે ftk કીટનું નિદર્શન કરીને પીવાના પાણીની ગુણવતા ચકાસવા અંગે ગ્રામજનોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ,ફિલ્ડ ટેસ્ટ કીટ દ્વારા ત્રણ વર્ષ સુધી પાણીની ગુણવત્તા તપાસી શકાય છે.જે વાસ્મો દ્વારા દર વર્ષે આંગણવાડી ખાતે આશા બહેનોને ફાળવવામાં આવે છે.આ ઉપરાંત તાલુકાના પી એચ સી તથા સી એચ સી ખાતે આશા બહેનોને વાસ્મો દ્વારા તાલીમ આપવામાં આવે છે, આશા બહેનો પોતાના વિસ્તારમાં પાણીની ગુણવત્તા ચકાસીને આરોગ્ય શાખાને જાણ કરે છે.
આ ઉપરાંત “સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ” હેઠળ બાળકો સ્વચ્છતા રાખે હેન્ડ વોશીન્ગ કરે તે બાબતે જાગૃતતા કેળવવા વાસ્મો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ફિલ્ડ ટેસ્ટ કીટના નિદર્શન દરમિયાન જણાવવામાં આવ્યું હતું.

પોષણ અભિયાન અંતર્ગત આણંદ વાસ્મો દ્વારા ગ્રામ્ય કક્ષાએ ફિલ્ડ ટેસ્ટ કીટ અપાઈ

પોષણ અભિયાન અંતર્ગત આણંદ વાસ્મો દ્વારા ગ્રામ્ય કક્ષાએ ફિલ્ડ ટેસ્ટ કીટ અપાઈ

પોષણ અભિયાન અંતર્ગત આણંદ વાસ્મો દ્વારા ગ્રામ્ય કક્ષાએ ફિલ્ડ ટેસ્ટ કીટ અપાઈ
