બંધ

પોષણ અને આરોગ્યમાં પરિવર્તન દ્વારા સુધાર માટેનો સેતું: “પોષણ સેતુ”

પ્રકાશિત તારીખ : 24/04/2025

જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી સહીત જિલ્લાના પદાધિકારીઓએ“પોષણ સેતુ” પ્રોજેકટનું લોકાર્પણ કર્યું.

આણંદ,શનિવાર: જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં મળેલ જિલ્લા સંકલન સમિતિની મિટિંગ દરમ્યાન તમામ અધિકારીશ્રી/પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત આણંદની આઈ.સી.ડી.એસ.શાખા દ્વારા જિલ્લામાં કુપોષણ ઘટાડવા અને જાહેર આરોગ્ય,  પોષણ સ્તર અને સુખાકારી વધારવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલ “પોષણ સેતુ” પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

“પોષણ સેતુ” પ્રોજેકટ અંતર્ગત આઈ.સી.ડી.એસ.ના લાભાર્થીઓ જેવા કે ૦-૬ વર્ષના બાળકો, સગર્ભા બહેનો, ધાત્રી માતા, કિશોરીઓ વગેરેમાં કુપોષણને ઘટાડવા“ સ્વાસ્થ્ય સખી/મિત્ર” ગ્રૂપ દ્વારા લાભાર્થીઓ સાથે સઘન જોડાણ પ્રસ્થાપિત કરી “દર મંગળવારે આપશે મંગળ સમાચાર”ની થીમ પર ગ્રામજનો તથા લાભાર્થીઓ સાથે પોષણ તથા આરોગ્ય અને પોષણલક્ષી સંપરામર્શન કરવામાં આવશે.

“પોષણ સેતુ” પ્રોજેકટના લોકાર્પણ પ્રસંગે સાંસદશ્રી મિતેષભાઈ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીસુશ્રી દેવાહુતિ,ધારાસભ્ય સર્વેશ્રી  અમિતભાઈ ચાવડા, શ્રી કમલેશભાઈ પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.એસ. દેસાઇ, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક શ્રી જે.વી. દેસાઇ, જિલ્લા પંચાયતના મહિલા અને બાળ યુવા પ્રવૃત્તિના ચેરમેનશ્રી નીતાબેન સોલંકી,  પ્રોગ્રામ ઓફિસરશ્રી સહીત જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પોષણ અને આરોગ્યમાં પરિવર્તન દ્વારા સુધાર માટેનો સેતું: “પોષણ સેતુ” 3

પોષણ અને આરોગ્યમાં પરિવર્તન દ્વારા સુધાર માટેનો સેતું: “પોષણ સેતુ”

પોષણ અને આરોગ્યમાં પરિવર્તન દ્વારા સુધાર માટેનો સેતું: “પોષણ સેતુ” 2

પોષણ અને આરોગ્યમાં પરિવર્તન દ્વારા સુધાર માટેનો સેતું: “પોષણ સેતુ”

પોષણ અને આરોગ્યમાં પરિવર્તન દ્વારા સુધાર માટેનો સેતું: “પોષણ સેતુ”1

પોષણ અને આરોગ્યમાં પરિવર્તન દ્વારા સુધાર માટેનો સેતું: “પોષણ સેતુ”

પોષણ અને આરોગ્યમાં પરિવર્તન દ્વારા સુધાર માટેનો સેતું: “પોષણ સેતુ” 4