• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

દિવાળીના તહેવાર દરમ્યાન બોરસદ અને આંકલાવ તાલુકામાં દારૂખાનું વેચવા હંગામી પરવાના મેળવવા તા. ૨૬ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે

પ્રકાશિત તારીખ : 08/09/2025

આણંદ, સોમવાર: બોરસદના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આગામી દિવાળીના તહેવારોને ધ્યાને લઈ બોરસદ અને આંકલાવ તાલુકામાં દિવાળીના તહેવાર નિમિત્તે છુટક દારૂખાનું વેચવા ઈચ્છતા હોય તેવા લોકોને છુટક દારૂખાનું વેંચવા માટેનો હંગામી પરવાનો મેળવવા માટે નિયત નમૂનામાં દસ્તાવેજી પુરાવાઓ સાથે ચાર નકલમાં તા. ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં બોરસદ  સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરીને અરજી કરવાની રહેશે.

દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના હંગામી સંગ્રહ વેચાણના લાયસન્સ મેળવવા માટે નિયત નમૂનાની અરજી પર રૂપિયા ૩/- ની કોર્ટ ફી સ્ટેમ્પ, “૦૦૭૦” બીજી વહીવટી સેવાઓ (OAS) સદરે રૂપિયા ૩૦૦/- જમા કર્યા અંગેનું અસલ ચલણ તથા “૦૦૭૦- OAS” સદરે રૂપિયા ૬૦૦/- એમ કુલ રૂપિયા ૯૦૦/- ચલણ દ્વારા જમા કરાવી રાખવાનું રહેશે. વધુ જાણકારી માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કચેરી બોરસદનો સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત હંગામી ફટાકડા લાઇસન્સ ધારકે નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષની પિટિશનમાં થયેલ તા. ૨૩-૧૦-૨૦૧૮ ના આદેશમાં ફટાકડાના સંબંધમાં આપવામાં આવેલ તમામ માર્ગદર્શક સૂચનાઓનું પાલન કરવાનું રહેશે, તેમ પણ વધુમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ બોરસદ દ્વારા જણાવવામાં આવ્યું છે.