બંધ

તા.18 જૂન ના રોજ આણંદ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે

પ્રકાશિત તારીખ : 18/06/2026

આણંદ, બુધવાર , વડોદરા ખાતે આગામી દિવસોમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત આણંદ જિલ્લામાં જિલ્લાકક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આણંદ ખાતે આવેલ સાંગોડપુરા સ્થિત પ્રમુખ સ્વામી કોમ્યુનિટી હોલ ખાતે તારીખ ૧૮, જૂન, ગુરૂવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકી, આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહીડા તથા નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.

જ્યારે આણંદના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મયુરીબેન પટેલ, કરમસદ-આણંદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી દિપીકાબેન પટેલ તેમજ જિલ્લાના ધારાસભ્યશ્રીઓ સહિતના મહાનુભાવો પ્રેરક ઉપસ્થિત રહેશે.

આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.