• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

તા.૧૫ ઓક્ટોબર ૨૦૨૫ સુધી યુવા ઉત્સવ સ્પર્ધા-૨૦૨૫ ના ફોર્મ ભરી શકાશે

પ્રકાશિત તારીખ : 04/10/2025

આ સ્પર્ધામાં ૧૫ વર્ષ થી ઉપર અને ૨૯ વર્ષ સુધીના વયજૂથ માં “ખુલ્લા વિભાગ” માં ભાગ લઇ શકશે

આણંદ, શનિવાર: રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, આણંદ દ્વારા સંચાલિત તાલુકા કક્ષા યુવા ઉત્સવ ૨૦૨૫-૨૬ સ્પર્ધાના ફોર્મ ભરવાની છેલ્લી તા.૧૫ ઓક્ટોબર ૨૦૨૫ છે.

આ સ્પર્ધામાં ૧૫ વર્ષ થી ઉપર અને ૨૦ વર્ષ સુધીના વયજૂથ વિભાગ “અ”, ૨૦ વર્ષથી ઉપર અને ૨૯ વર્ષ સુધીના વયજૂથ વિભાગ- “બ” તથા ૧૫ વર્ષ થી ઉપરના અને ૨૯ વર્ષ સુધીના વયજૂથ “ખુલ્લા વિભાગ” માં ભાગ લઇ શકશે.

આ સ્પર્ધામાં વક્તત્વ, નિબંધ, ચિત્રકલા, હળવું કંઠ્ય સંગીત, લોકવાદ્ય સંગીત, એક પાત્રીય અભિનય, શાસ્ત્રીય કપ સંગીત – હિંદુસ્તાની, ભરતનાટયમ તથા કથ્થક આમ કુલ ૯ સ્પર્ધાઓ “અ” તથા “બ” બન્ને વિભાગમાં યોજાશે. જ્યારે પાદપૂર્તિ, ગઝલ શાયરી લેખન, કાવ્ય લેખન, દુહા-છંદ-ચોપાઈ, લગ્ન ગીત આમ કુલ ૫ સ્પર્ધાઓ માત્ર “બ” વિભાગ માટે યોજાશે.

જ્યારે, લોક વાર્તા, સર્જનાત્મક કારીગરી, ભજન, સમુહગીત, લોકનૃત્ય, લોકગીત, શાસ્ત્રીય કંઠ્ય સંગીત- કર્ણાટકી, સીતાર, વાંસળી, તબલા, વીણા, મૃદંગમ, હાર્મોનિયમ (હળવું), ગીટાર, મણીપુરી, ઓડીસી, કુચિપુડી, એકાંકી, શિધ્ર વક્તત્વ સ્પર્ધા, એમ ૧૯ સ્પર્ધાઓ “ખુલ્લા” વિભાગમાં યોજાશે.

આ  સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમુનાનું અરજી ફોર્મ ભરી આધારકાર્ડની નકલ સાથે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રૂમ નંબર ૩૦૯, જુના જિલ્લા સેવા સદન, બોરસદ ચોકડી પાસે, આણંદ ખાતે તા.૧૫/૧૦/૨૦૨૫ સુધીમાં મોકલી આપવાનું રહેશે. વધુ માહિતી માટે કચેરીના mail – dvdo-syed-and @gujarat.gov.in, ફોન નં:- ૦૨૬૯૨-૨૬૩૮૨૫ પર સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારી, આણંદ દ્વારા જણાવવામાં આવ્યું છે.