• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

તા.૧૨ મી ઓગસ્ટ ના રોજ બપોરે ૧૬-૦૦ કલાકે આણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાશે

પ્રકાશિત તારીખ : 12/08/2025

આ તિરંગા યાત્રામાં નગરજનોને જોડાવા અનુરોધ કરતા જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી

આણંદ, સોમવાર: આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા” સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ”ની થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાનાર છે.

આ કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ આજે તારીખ ૧૨ મી ઓગસ્ટ, મંગળવારના રોજ બપોર બાદ ૧૬-૦૦ કલાકે આણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવશે. આ તિરંગા યાત્રા આણંદ ટાઉન હોલ ખાતેથી વિદ્યાનગર રોડ થઈને શાસ્ત્રી મેદાન ખાતે પૂર્ણ થશે.

આ તિરંગા યાત્રામાં પોલીસ, એનસીસી, હોમગાર્ડ, ટીઆરબી જવાનો ઉપરાંત સરકારી અધિકારી/ કર્મચારીઓ, જિલ્લાના પદાધિકારીઓ અને આણંદ જિલ્લાના નગરજનોને સહભાગી બનવા અપીલ કરી છે.