બંધ

તારીખ 21 ઓગસ્ટ ના રોજ ખંભાત ખાતે ૭૭ મા વન મહોત્સવની ઉજવણી કરાશે

પ્રકાશિત તારીખ : 20/08/2026

ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાતના સંકલ્પ સાથે આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા વિશેષ આયોજન

આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં “ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત” ના ઉદ્દેશ્ય સાથે ૭૭ મા જિલ્લા કક્ષાના વન મહોત્સવ-૨૦૨૬ની ઉજવણી ખંભાતના નગરા રોડ પર આવેલી શ્રી જબરેશ્વર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

પર્યાવરણની જાળવણી અને વૃક્ષારોપણના જન-આંદોલનને વેગ આપવા માટે તારીખ ૨૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સાંજે ૪:૦૦ કલાકે ખંભાત ખાતે ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, રાજ્યના નાણાં, પોલીસ હાઉસિંગ અને નશાબંધી વિભાગના રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ તેમજ આણંદના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમમાં આણંદ જિલ્લા પંચાયતના કાર્યકારી પ્રમુખશ્રી જીલુભા સિંધા સહિત જિલ્લાના ધારાસભ્યશ્રીઓ સહભાગી થશે.

આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આ વન મહોત્સવના કાર્યક્રમમાં જિલ્લાવાસીઓને ઉપસ્થિત રહી વૃક્ષારોપણ થકી પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો છે.