તારાપુર તાલુકાની પે.સેન્ટર શાળા ખાખસરમાં ધોરણ-૮ ના બાળકોનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો
પ્રકાશિત તારીખ : 08/04/2025
આણંદ, સોમવાર: આણંદ જિલ્લાની તારાપુર તાલુકાની પે.સેન્ટર શાળા ખાખસરમાં ધોરણ-૮ ના બાળકોનો ભવ્ય વિદાય સમારંભ આણંદ જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન શ્રીમતી ગજરાબેન ડી.મકવાણા ઉપસ્થિતમાં યોજાયો હતો.
સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશનના નિવૃત સુપ્રિટેન્ડેટ શ્રી જશુભાઈએ મકવાણાએ રૂ.બે હજારની રોકડ રાશી શાળાને આપી હતી. સાગર ઇન્ટરનેશનલ સ્કૂલ બામણગામના ચેરમેન શ્રી યોગેશભાઈ ઠક્કર હાજર રહી બાળકોને આશીર્વચન પાઠવી ૪૨ બાળકોને શૈક્ષણિક કીટની ભેટ આપી હતી. સામાજિક કાર્યકર ભાનુબેન પરમાર, ડૉ.માયકલ માર્ટીન હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. ખાખસર શાળાના ભૂતપૂર્વ શિક્ષક વિરમભાઇ રબારી,અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત સર્વ ધર્મ પ્રાર્થના હંસાબેને કરાવી હતી. પ્રાસંગિક પ્રવચન કલ્પેશભાઈ પટેલે આપ્યું હતું.આભારવિધિ અજીતસિંહ ચૌહાણે કરી હતી. બાળકોને વક્તવ્ય ચારુલબેન અને ઉર્વશીબેને તૈયારી કરાવી હતી. ધોરણ-૮ ના વર્ગ શિક્ષક શ્રી મહેશભાઈ પટેલે જીવનમાં ધ્યેય નક્કી કરી આગળ વધવા જણાવ્યું હતું.ધોરણ -૮ ની બાળાઓએ વિવિધ કાર્યક્રમો અને વિદાયગીત સાથે પોતાના વિચારો રજુ કરી આ કાર્યક્રમને જીવંત બનાવી દીધો હતો.શાળાના આચાર્ય શ્રી રાકેશભાઈ સોલંકી એ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું.
