• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

તારાપુરના ખેડાસા ગામે પ્રાકૃતિક ખેતીની જીવંત પાઠશાળા

પ્રકાશિત તારીખ : 08/09/2025

બોરસદ તાલુકાના શાળા આચાર્યશ્રીઓ માટે અનોખો તાલીમ કાર્યક્રમ – ખેતરમાંથી જ મળ્યો પ્રેરણાનો સંદેશ

આણંદ,ગુરૂવાર: ખેડૂતોને આર્થિક સ્વતંત્રતા, જમીનની ઉપજાઉ શક્તિમાં વધારો અને પર્યાવરણ સંરક્ષણ – આ ત્રિપુટિ હાંસલ કરવા માટે પ્રાકૃતિક ખેતી એક મજબૂત વિકલ્પ બની રહ્યું છે. બોરસદ તાલુકાની તમામ શાળાના આચાર્યશ્રીઓને આ વિષય પ્રત્યે પ્રેરણા આપવા અને વાસ્તવિક અનુભવ કરાવવા માટે વિશેષ તાલીમ કાર્યક્રમોનું આયોજન તારાપુરના ખેડાસા ગામે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ખેડાસા ગામે યોજાયા હતા. જેમાં કુલ ૧૨૦ જેટલા શાળા આચાર્યશ્રીઓ  ઉપસ્થિત રહ્યા.તેમણે આચાર્યશ્રીઓને પ્રાકૃતિક ખેતીના બહુમુખી ફાયદા, જમીનની તંદુરસ્તી જાળવવાની અસરકારક રીતો અને ખેડૂતો સુધી આ જ્ઞાન પહોંચાડવા માટે શાળા સ્તરે હાથ ધરાય તેવી પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપ્યું.

આ તાલીમના પરિણામે આચાર્યશ્રીઓમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિમાં નોંધપાત્ર વધારો થયો. ઘણા આચાર્યશ્રીઓએ પોતાના ગામના ખેડૂતોને આ પદ્ધતિ અપનાવવા પ્રેરિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

આ પ્રકારના કાર્યક્રમો માત્ર ખેતી પદ્ધતિમાં સુધારો લાવે છે એટલું જ નહીં, પરંતુ શાળા, ખેડૂત અને સમાજ વચ્ચે સશક્ત કડી બાંધીને ગામના સર્વાંગી વિકાસમાં યોગદાન આપે છે.

બ્લોક ટેકનોલોજી મેનેજર શ્રી રાકેશ પરમાર, આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર શ્રી નરેન્દ્રસિંહ, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના જિલ્લા પ્રોજેક્ટ મેનેજર ડૉ. શક્તિ રઘુવંશ, તાલુકા પ્રોજેક્ટ મેનેજર શ્રી પ્રકાશભાઈ સોલંકી, માસ્ટર ટ્રેનર કમ રેસોર્સે પર્શન શ્રીમતી હેમાલીબેન પંડ્યા તેમજ માર્કેટિંગ, પ્લાનિંગ અને પ્રમોશન કન્સલ્ટન્ટ શ્રી એલેક્ષ મેકવાન હાજર રહ્યા હતા.