“ડિપ્લોમાં ઈન કો- ઓપરેટિવ મેનેજમેન્ટ કોર્ષ” સહકારી ક્ષેત્રે રોજગારી મેળવવાની અમૂલ્ય તક
પ્રકાશિત તારીખ : 04/10/2025
નડીયાદ ખાતે “ડિપ્લોમાં ઈન કો.ઓપરેટીવ મેનેજમેન્ટ” કોર્ષનું પ૯ મું સત્ર તા.૨૭મી ઓકટોમ્બર થી શરૂ થશે
ધોરણ ૧૦ પાસ અને સહકારી ક્ષેત્રમાં બે વર્ષનો અનુભવ અથવા ધોરણ ૧૨ પાસ બિનઅનુભવી ખાનગી વિધાર્થી અથવા ગ્રેજયુએટ આ કોર્ષમાં જોડાઈ શકે
કોર્ષમાં જોડાવવા ઈચ્છતા ઉમેદવારોએ તા.૧૮ ઓકટોમ્બર સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે
ગુજરાત રાજય સહકારી સંઘની સહકારી શિક્ષણ અને તાલીમની યોજના મુજબ સમગ્ર રાજયમાં નડીયાદ, અમદાવાદ, રાજકોટ, ભાવનગર,મહેસાણા અને સુરત એમ કુલ છ સહકારી તાલીમ કેન્દ્રો મારફતે સમગ્ર ગુજરાતમાં ડી.સી.એમ. કોર્સનું આયોજન સંચાલન કરવામાં આવે છે. જેના ભાગ રૂપે મધ્યઝોન માટે નડીયાદ ખાતે’ ડિપ્લોમા ઈન કો.ઓપરેટીવ મેનેજમેન્ટ ” કોર્ષ ચલાવવામાં આવે છે. જેમાં સાત જીલ્લાઓ ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લાઓનું કાર્યક્ષેત્ર નડીયાદ તાલીમ કેન્દ્ર ધરાવે છે.
આ જિલ્લાઓમાં આવેલી સહકારી સંસ્થાઓના ચાલુ પગારદાર કર્મચારીઓ, બાહેધરીવાળા ભાવી કર્મચારીઓ તથા ધોરણ-૧૨ ભણેલા કે તેથી વધુ ભણેલા પ્રાઈવેટ વિધાર્થીઓ માટે શ્રી છોટાલાલ વ્યાસ સહકારી વ્યવસ્થાપન કેન્દ્ર,નડીયાદ ખાતે “ડિપ્લોમાં ઈન કો.ઓપરેટીવ મેનેજમેન્ટ” કોર્ષનું પ૯ મું સત્ર તારીખ ૨૭મી ઓકટોબર ૨૦૨૫ થી શરૂ થનાર છે.
આ કોર્ષમાં સહકાર, ધંધાકિય વિકાસ આયોજન(બી.ડી.પી.), સહકારી મંડળીઓના કાયદાકિય પાસાઓ, કોમ્પ્યુટર- સંચાલકીય પાસાંઓ.,નાણાકિય હિસાબો અને ઓડીટ (અન્વેષણ), સહકારી ધિરાણ અને બેંકિગ.અને સહકારી સંચાલન- વ્યવસ્થાપન જેવા કુલ ૦૭ વિષયો શીખવવામાં આવશે. જેમાં ૧૮ અઠવાડિયા થીયરી અને ૨ અઠવાડિયા પ્રેકિટકલ તાલીમ અપાશે.
ધોરણ ૧૦ પાસ અને સહકારી ક્ષેત્રમાં બે વર્ષનો અનુભવ અથવા ધોરણ ૧૨ પાસ બિનઅનુભવી ખાનગી વિધાર્થી અથવા ગ્રેજયુએટ હોય તેવા કોઈ પણ ઉમરના ઉમેદવાર આ કોર્ષમાં જોડાઈ શકે છે.
આ કોર્ષમાં માત્ર ૪૦ની સંખ્યામાં પ્રવેશ આપવાનો હોવાથી જે વ્યકિતઓ કોર્ષમાં જોડાવવા ઈચ્છતા હોય તેમણે તા.૧૮ ઓકટોમ્બર ૨૦૨૫ સુધીમાં ફોર્મ મેળવી ભરી પરત કરવાનું રહેશે તેમ એક અખબારી યાદીમાં પ્રિન્સીપાલશ્રી, શ્રી છોટાલાલ વ્યાસ સહકારી વ્યવસ્થાપન કેન્દ્ર, “સહકારી વિધાભવન” મિશન રોડ, નવી ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક પાસે,ખેડા જિલ્લા સહકારી સંઘ કેમ્પસમાં,ઓવરબ્રીજ પાસે, નડીયાદ અથવા મોબાઈલ વોટસપ ૯૮૭૯૯૨૫૫૯૪ નંબર ઉપર મસેજ કરી ફોર્મ મંગાવી શકાશે, તેમ શીતલકુમાર પી. ભટ્ટ,આસી.એકિઝકયુટી ઓફિસરશ્રી, ગુ.રા.સહ.સંઘ,અમદાવાદ અને પ્રિન્સીપાલ,તાલીમ કેન્દ્ર,નડીયાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.