“ટીબી મુક્ત ભારત” “ટીબી મુક્ત આણંદ ” ને સફળ બનાવવા માટે આણંદ જિલ્લાને મળ્યા ત્રણ TRUENAAT મશીન
પ્રકાશિત તારીખ : 24/03/2025
TRUENAAT મશીન થકી ટીબીનું નિદાન વધુ સારી રીતે કર શકાશે
આણંદ,સોમવાર:: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્રારા વર્ષ ૨૦૨૫માં TB મુક્ત ભારત બનાવવા માટે ખાસ ઝુંબેશ સ્વરૂપે કામ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે ત્યારે તેને સફળ બનાવવાના ભાગરૂપે MGVCL આણંદ તરફથી આણંદ જિલ્લાના આરોગ્ય વિભાગને ૦૩ TRUENAAT મશીન આપવામાં આવ્યા છે. જેની સેવાઓ સોજીત્રા, તારાપુર અને આકલાવ તાલુકામાં આરોગ્ય કેન્દ્ર ખાતે લેવામાં આવશે.
આણંદના તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને હાલ મહાનગર પાલિકા આણંદના કમિશ્નરશ્રી મિલિંદ બાપનાના પ્રયત્ન થકી મધ્ય ગુજરાત વિજ વિભાગના એમ. ડી. શ્રી તેજસ પરમાર તરફથી તેમના સીએસએર ફંડમાંથી જિલ્લા ક્ષય કેદ્રને ૦૩ TRUENAAT મશીન ફાળવવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, TRUENAAT મશીનની SENSITIVITY અને SPECITIFICITY -MICROSCOPY કરતા ખૂબ જ વધુ છે. જેથી ટીબીનું નિદાન વહેલું થઈ શકે છે અને ટીબી ના દર્દીને વહેલી સારવાર મળી શકે છે.
આમ “ટીબી હારેગા દેશ જીતેગા” બેનર અંતર્ગત વર્ષ ૨૦૨૫ સુધીમાં “ટીબી મુક્ત ભારત” “ટીબી મુક્ત આણંદ ” ને સફળ બનાવવા માટે અને આણંદ જિલ્લામાંથી ટીબીનું પ્રમાણ ઘટાડવા સાથે ટીબીનો સાજા થવાનો સક્સેસ રેટ વધે તે હેતુ થી ત્રણ TRUENAAT મશીન MGVCL તરફથી આપવામાં આવેલ છે. આ ત્રણ TRUENAAT મશીન આણંદ જિલ્લાને ટીબી મુક્ત આણંદ તરફ લઇ જવા માટે નું પ્રથમ પગલું બનશે.
આણંદ જિલ્લાના પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરના ઉદ્યોગપતિઓને તેમના CSR માંથી આરોગ્યલક્ષી કાર્યક્રમ કરી નિક્ષયમિત્ર બની તમામ ટીબીના દર્દીઓને દત્તક લઇ આણંદ જિલ્લાને ટીબી મુક્ત આણંદ તરફ લઇ જવા અથવા HANDHELD X-RAY DR મશીન આપી (વહેલું નિદાન થાય તે હેતુ થી) આણંદ જિલ્લાને ટીબી મુક્ત આણંદ તરફ લઇ જવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવે છે.
