જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઇ
પ્રકાશિત તારીખ : 03/03/2026
આણંદ, શુક્રવાર: જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં આણંદ ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમીટીની બેઠક યોજાઈ હતી. બેઠકની શરૂઆતમાં જિલ્લા કલેકટરશ્રીએ અગાઉની માર્ગ સલામતી સમિતિની બેઠકમાં ચર્ચાયેલ મુદ્દાઓ અંગે કરવામાં આવેલી કામગીરીની વિગતવાર સમિક્ષા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ જિલ્લાના નાગરિકોની સલામતીને ધ્યાને લઈ રજૂ કરવામાં આવેલા માર્ગ સલામતીના વિવિધ મુદ્દાઓ ઉપર સબંધિત વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમિક્ષા કરી બાકી રહેલ કામગીરીને સત્વરે પૂરી કરવા અંગે માર્ગદર્શક સૂચનો આપ્યા હતા. તેમજ વાહન ચાલકોની સલામતી માટે જાહેર રસ્તા પર ટ્રાફિકના નિયમોનું સુચારૂ પાલન કરવામાં આવે અને જિલ્લાનાં વિવિધ રસ્તા પર આવશ્યકતા મુજબ જરૂરી સૂચનાઓ સાથેનાં સાઈન બોર્ડ, સ્પીડ બ્રેકર, સ્પીડ લિમિટ દર્શાવતાં બોર્ડ, રેડિયમ લગાવવા સહિતનાં વિવિધ મુદ્દાઓને ધ્યાને લઈ સબંધિત અધિકારીઓને તાકીદે યોગ્ય કામગીરી કરવાં જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ માર્ગ સલામતી માટે હાઇવે બ્રિજ ફૂટપાથ અને રસ્તાની મરામત બાબતે, તળાવ પાસે રેલિંગ લગાવવા બાબતે કરેલ કામગીરી અંગે, ટ્રાફિક સમસ્યાના નિવારણ બાબતે, ટ્રાફિક સમસ્યાના નિવારણ અંગે, ચોકડી તથા માર્ગ પરના ડિવાઇડર રિપેરિંગ કરવા બાબતે, વાહન પાર્કિંગ તેમજ વાહન અકસ્માત સર્જાય તેવી સ્થિતિ નિવારવા અને ચોકડી તથા માર્ગ પરના ડિવાઇડર રિપેરિંગ કરવા બાબતે વિવિધ કચેરીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરી અને બાકી રહેલ કામગીરીની વિગતો પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી ઋતુરાજ દેસાઈ, નાયબ વન સંરક્ષકશ્રી , પ્રાંત અધિકારીશ્રી, નાયબ કલેક્ટરશ્રી, માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રી, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીશ્રી, મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રી, જિલ્લા ક્ષય અધિકારીશ્રી, એસ.ટી. વિભાગના અધિકારીશ્રી, મામલતદારશ્રીઓ સહિત સબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં હતાં.