જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ સિહોલ પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લીધી
પ્રકાશિત તારીખ : 09/01/2026
કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થી બની કર્યો સંવાદ
આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ આકસ્મિક પેટલાદ તાલુકાના સિહોલ ગામ ખાતે પરા વિસ્તારમાં આવેલ રાંદોલ વર્ગ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી.
કલેકટર શ્રી ની મુલાકાત સમયે રાંદોલ વર્ગ પ્રાથમિક શાળા ખાતે પ્રારંભનો સમય હોય પ્રાર્થના શરૂ થઈ હતી. આ પ્રાર્થના દરમિયાન કલેક્ટરશ્રીએ ધોરણ ૧ થી ૫ અને બાલવાટિકાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી પ્રાર્થના નિહાળી હતી.
આ સમયે કલેકટર શ્રી એ પ્રાથમિક શાળાની સાફ-સફાઈ, વર્ગખંડ, મેદાન, મધ્યાહન ભોજન કેન્દ્ર, વિદ્યાર્થીઓ નો શૈક્ષણિક કાર્યની ચકાસણી ચેક કર્યા હતા. કલેકટર શ્રી એ આ સ્કૂલ ખાતેથી બીજી સ્કૂલ વચ્ચે કેટલું અંતર છે? તેની જાણકારી મેળવી વિદ્યાર્થીઓને આવવા જવામાં કોઈ પણ પ્રકારની તકલીફ નથી પડતી તે બાબતે વિસ્તૃત વિગતો મેળવી હતી.
આ તકે કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થી બનીને સંવાદ કર્યો હતો.