• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

જનરલ હોસ્પિટલ આણંદને આઇડીબીઆઇ બેન્કના સી એસ આર ફંડ માંથી રૂપિયા ૯.૯૩ લાખના ખર્ચે બે આધુનિક ઉપકરણો આપ્યા

પ્રકાશિત તારીખ : 03/10/2025

નવજાત શિશુઓને અને દર્દીઓને ઓપરેશન સમયે આ બંને ઉપકરણો ખૂબ જ ઉપયોગી નિવડશે- સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ

આણંદ, શુક્રવાર: જનરલ હોસ્પિટલ આણંદ ખાતે આઇડીબીઆઇ બેન્કના સી એસ આર ફંડ માંથી રૂપિયા ૯.૯૩ લાખ ઉપરાંતના ખર્ચે હોસ્પિટલ ને એડવાન્સ ડાયગ્નોસ્ટિક અને ક્રિટિકલ કેર ઇક્વિપમેન્ટ ફાળવવામાં આવ્યા છે, જેનું લોકાર્પણ આણંદના સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું હતું.

સાંસદ શ્રી મિતેશભાઇ પટેલે જણાવ્યું કે આઈ ડી બી આઈ બેન્કના ચેરમેન શ્રી નાણાવટી જી અને તેમની ટીમ દ્વારા તેમના સીએસઆર ફંડમાંથી અધ્યતન ટેકનોલોજી યુક્ત બે મશીન આણંદ જનરલ હોસ્પિટલને ફાળવ્યા છે તે હોસ્પિટલ ખાતે આવનાર દર્દીઓ અને નવજાત શિશુઓ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે તેમ જણાવી આઈડી બી આઈ બેંકના અધિકારીઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી અને જનરલ હોસ્પિટલ આણંદને અધ્યતન ટેકનોલોજી યુક્ત મશીન આપવા માટે પસંદ કરી તે બદલ પણ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.

જનરલ હોસ્પિટલ આણંદના સિવિલ સર્જન ડોક્ટર અમર પંડ્યા એ જણાવ્યું  કે આઈડીબીઆઇ બેન્કના અધિકારીઓએ તેમનું સીએસઆર ફંડ જનરલ હોસ્પિટલ ખાતે આધુનિક ઉપકરણો આપીને તેમની ફરજ અદા કરી છે, જે આ હોસ્પિટલ ખાતે આવતાં દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે અને દર્દીઓને વધુ સારી સેવા ઉપલબ્ધ બનશે તેમ જણાવી નવજાત શિશુઓ માટે જોન્ડીસ મીટર એટલે કે નવજાત શિશુઓને કમળાની અસર હોય છે અને ઘણી વખત નવજાત શિશુ નું લોહી લઈને તપાસ કરવામાં આવે ત્યારે પાંચથી છ કલાક રિપોર્ટ આવતા થાય છે જ્યારે જોન્ડીસ મીટર આવવાથી તેને નવજાત શિશુના માથા પર લગાવવાથી ગણતરીની મિનિટોમાં  જ ખબર પડી જાય છે તેથી નવજાત શિશુઓને તાત્કાલિક અસરથી સારવાર આપી શકાશે અને નવજાત શિશુમાંથી લોહી લેવાની જરૂરિયાત રહેશે નહીં. તેવી જ રીતે એનેસ્થેશીયા ગેસ મોનિટર તે ઓપરેશન થિયેટર માં દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી નીવળશે આઈસીયુ ના દર્દીઓને પણ ખૂબ જ કામ આવશે તેમણે લેપ્રોસ્કોપિક ઓપરેશન થાય તેમાં કાર્બન ડાયોક્સાઇડ દર્દીના પેટમાં નાખવામાં આવે છે તેમાં એનેસ્થેસિયા ગેસ મોનિટર ખૂબ જ ઉપયોગી નિવડશે તેમ જણાવી આઇડીબીઆઇ બેન્કના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ સમયે આઈડીબીઆઇ બેન્કના અધિકારીઓ, જનરલ હોસ્પિટલ આણંદના મેડિકલ ઓફિસર ડોક્ટર સુધીર પંચાલ સહિત ડોક્ટર અને નર્સ હાજર રહ્યા હતા.

જનરલ હોસ્પિટલ આણંદને આઇડીબીઆઇ બેન્કના સી એસ આર ફંડ માંથી રૂપિયા ૯.૯૩ લાખના ખર્ચે બે આધુનિક ઉપકરણો આપ્યા

જનરલ હોસ્પિટલ આણંદને આઇડીબીઆઇ બેન્કના સી એસ આર ફંડ માંથી રૂપિયા ૯.૯૩ લાખના ખર્ચે બે આધુનિક ઉપકરણો આપ્યા

જનરલ હોસ્પિટલ આણંદને આઇડીબીઆઇ બેન્કના સી એસ આર ફંડ માંથી રૂપિયા ૯.૯૩ લાખના ખર્ચે બે આધુનિક ઉપકરણો આપ્યા