• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

ગ્રો મોર ફ્રૂટ કોપ અભિયાન

પ્રકાશિત તારીખ : 06/10/2025

અજરપુરા ખાતે બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધનની શકયતાઓ વિષયક એક દિવસીય પરિસંવાદ યોજાયો

આણંદ, સોમવાર: નાયબ બાગાયત નિયામકની કચેરી આણંદ દ્વારા આણંદ તાલુકા ના અજરપુરા ગામે આવેલ એગ્રી બિઝનેસ સેન્ટર

 ખાતે ગ્રો મોર ફ્રૂટ કોપ અભિયાન અંતર્ગત બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધનની શક્યતાઓ વિષયક એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પરિસંવાદમાં બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન, કેળના છોડમાંથી બનતી વિવિધ બનાવટો, બાગાયતી પાકોલી મૂલ્ય વર્ધિત બનાવટોના નિકાસ માટેની કામગીરી તથા ધ્યાનમાં રાખવાની બાબતો, ઓઇલ પામની ખેતી અને તેના ફાયદા, નાના બાળકો અને માતાઓને પોષણયુક્ત ભોજન અને મીલેટસ, પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ યોજના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ પરિસંવાદમાં ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં આવ્યું હતું તથા ખેડૂતોને લીંબુ અને જાંબુના રોપાઓનું વિતરણ કરાયું હતું.

આ પરિસંવાદમાં આણદ જિલ્લાના ૭૦૦ થી વધારે ખેડૂતો હાજર રહ્યા હતાં.

આ પરિસંવાદમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રી બળવંતસિંહ પરમાર, શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી સુનીલભાઈ સોલંકી,અગ્રણી શ્રી પરેશભાઈ પટેલ, કાસોર, અજરપુરા, સદાનાપુરા ગામ ના સરપંચશ્રી, આણંદ કૃષિ યુનિવર્સીટીના ડૉ. આર. આર. ગજેરા, APEDA, સ્ટેટ હેડ, શ્રી સુબોધભાઈ, ICDS, CDPO, શ્રીમતી ભાવનાબેન, પતંજિલ ફૂડ પ્રાઈવેટ લિ.નાં અધિકારીશ્રી, આત્મા પ્રોજેક્ટના અધિકારી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.

ગ્રો મોર ફ્રૂટ કોપ અભિયાન

ગ્રો મોર ફ્રૂટ કોપ અભિયાન

ગ્રો મોર ફ્રૂટ કોપ અભિયાન

ગ્રો મોર ફ્રૂટ કોપ અભિયાન

ગ્રો મોર ફ્રૂટ કોપ અભિયાન

ગ્રો મોર ફ્રૂટ કોપ અભિયાન

ગ્રો મોર ફ્રૂટ કોપ અભિયાન