ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આણંદ જિલ્લાની મુલાકાતે

પ્રકાશિત તારીખ : 15/10/2026
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આણંદ જિલ્લાની મુલાકાતે

રાજ્યપાલશ્રીએ ઝારોલા ખાતે મંદિરના પ્રાંગણમાં શ્રમદાન કરી આપ્યો સ્વચ્છતાનો સંદેશ

આણંદ, બુધવાર , આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા ગામની મુલાકાતે પધારેલા ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઝારોલા ખાતે અંબે માતા અને મુંડધરી માતા મંદિરના પ્રાંગણમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાનમાં જોડાઈ સ્વયં મંદિરના પ્રાંગણમાં ઝાડું લગાવી ગ્રામજનોને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું.

રાજ્યપાલશ્રીએ મંદિરના પ્રાંગણમાં જાતે સાફ-સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ પ્રસરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સ્વચ્છતા એ માત્ર જિલ્લા વહીવટી તંત્રની કે કોઈ એક વ્યક્તિ કે એક સમૂહની જવાબદારી નથી પરંતુ આપણી સૌની સામૂહિક જવાબદારી છે. આ પ્રસંગે તેમણે સમાજમાં સ્વચ્છતા માટે સફાઈકર્મીઓના યોગદાનની સરાહના કરી હતી અને ગામના સફાઈ કર્મીઓને મંચ ઉપર બોલાવી સન્માનિત કર્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, પ્રાંત અધિકારીશ્રી, તાલુકા પંચાયતના પદાધિકારી, સ્થાનિક અગ્રણીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.