ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આણંદ જિલ્લાની મુલાકાતે

પ્રકાશિત તારીખ : 15/10/2026
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આણંદ જિલ્લાની મુલાકાતે

એક પેડ મા કે નામ ૩.૦ અંતર્ગત રાજ્યપાલશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં બોરસદ તાલુકાના ઝારોલા ખાતે યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગ્રામજનો સાથે સંવાદ સાધી પર્યાવરણ સંરક્ષણનો પ્રેરક સંદેશ આપ્યો

આણંદ, બુધવાર , આણંદ જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે બોરસદ તાલુકાના ઝારોલા ખાતે એક પેડ મા કે નામ ૩.૦ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આણંદના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ સ્વહસ્તે છોડ વાવીને પર્યાવરણ જતનનો પ્રેરક સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉપસ્થિત ગ્રામજનો અને સ્થાનિક નાગરિકો સાથે  આત્મીયતાપૂર્વક સંવાદ સાધ્યો હતો. તેમણે ઉપસ્થિત મહાનુભાવો, ઝારોલા ગામના સરપંચશ્રી અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી દ્વારા શરૂ કરાયેલ એક પેડ મા કે નામ અભિયાન એ આવનારી પેઢીના સુરક્ષિત ભવિષ્ય અને પર્યાવરણના જતન માટેનું એક મહત્વપૂર્ણ કદમ છે. તેમણે વૃક્ષોને દેવતા સમાન ગણાવતા ઉમેર્યું હતું કે, વૃક્ષો આપણને અમૂલ્ય ઓક્સિજન આપીને જીવન બક્ષે છે અને પોતે કષ્ટ વેઠીને પણ અન્યોને સુખ આપે છે.

રાજ્યપાલશ્રીએ ઝારોલા ગામના લોકોના ઉત્સાહ અને જાગરૂકતાની સરાહના કરી હતી. તેમણે વનીકરણ વિભાગને વાવેલા છોડના યોગ્ય રક્ષણ માટે સૂચન કર્યું હતું. પોતાની મુલાકાતનો હેતુ સ્પષ્ટ કરતા તેમણે જણાવ્યું હતું કે, તેઓ રાત્રિ રોકાણ ગામની પ્રાથમિક શાળામાં કરશે, જ્યાં ગ્રામજનો સાથે રાત્રિ સભા યોજીને બાળકોના શિક્ષણ, વ્યસનમુક્તિ, પશુપાલન અને પ્રાકૃતિક ખેતી અંગે સંવાદ સાધશે.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, નાયબ વન સંરક્ષકશ્રી સુરેશ મીણા, તાલુકા પંચાયતના પદાધિકારી, પ્રાંત અધિકારીશ્રી, સામાજિક વનીકરણ વિભાગના અધિકારીશ્રીઓ, સ્થાનિક અગ્રણીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.