બંધ

ગામડી ખાતે મહિલા જાગૃતિ શિબિર યોજાઈ

પ્રકાશિત તારીખ : 24/02/2025

આણંદ, શુક્રવાર: ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ અને મહિલા અને બાળ અધિકારીની કચેરી, આણંદ દ્વારા મહિલા સ્વાવલંબન યોજના હેઠળ મહિલા જાગૃતિ શિબિર ગાયત્રી મંદિર- ગામડી ખાતે યોજવામાં આવી હતી.

આ શિબિરમાં મહિલા અને બાળ અધિકારી નિલેશ્વરીબા ગોહિલ દ્વારા મહિલાઓને સ્વાવલંબી, આત્મ નિર્ભર અને આર્થિક રીતે સક્ષમ બનવા માટેની, સીડી પીઓ ભાવનાબેન પટેલ દ્વારા હિમોગ્લોબીનનું પ્રમાણ જાળવવા માટે પૌષ્ટિક આહાર લેવા તથા એનિમિયા ન થાય તે માટે, ફાલ્ગુનીબેન દ્વારા મહિલાલક્ષી વિવિધ યોજનાઓ, સબનમબેન ખલીફા દ્વારા પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર અંગે, ફેમિદાબેન મલેક દ્વારા સખીવન સ્ટોપ સેન્ટરની, બકુલભાઈ શાહ દ્વારા મહિલા અભયમ હેલ્પલાઇન નંબર ૧૮૧ અંગેની, ધરતી બેન દ્વારા પૂર્ણાશક્તિ માંથી વિવિધ વાનગીઓ અને તેનું મહત્વ તથા ગીતાબેન ચૌહાણ દ્વારા આરોગ્ય ને લઈને મહિલાઓના આરોગ્યમાં સુધારા અંગેની જાણકારી આપવામાં આવી હતી.

આ શિબિરમાં આંગણવાડી કાર્યકર બહેનો સખીમંડળની બહેનો સ્થાનિક મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગામડી ખાતે મહિલા જાગૃતિ શિબિર યોજાઈ 2

ગામડી ખાતે મહિલા જાગૃતિ શિબિર યોજાઈ

ગામડી ખાતે મહિલા જાગૃતિ શિબિર યોજાઈ 3

ગામડી ખાતે મહિલા જાગૃતિ શિબિર યોજાઈ

ગામડી ખાતે મહિલા જાગૃતિ શિબિર યોજાઈ 1