બંધ

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આંકલાવ ખાતે ફૂડ સેફ્ટી અવેરનેસ અને રજીસ્ટ્રેશન કેમ્પ યોજાયો

પ્રકાશિત તારીખ : 11/02/2026

આણંદ, મંગળવાર: આણંદના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જનહિત માટે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાય તે હેતુથી આંકલાવ તાલુકામાં અને આંકલાવ ચોકડી વિસ્તારમાં ફૂડ સેફ્ટી અવેરનેસ અને રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા આંકલાવ ચોકડી અને આસપાસના વિસ્તારમાં આવેલા વિવિધ ફૂડ સ્ટોલ્સ અને ખાદ્ય એકમોની મુલાકાત લેવામાં આવી હતી. આ તપાસણી દરમિયાન વેપારીઓને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી જેમ કે ગ્રાહકોને હંમેશા તાજો અને શુદ્ધ ખોરાક બનાવીને પીરસવો, ખોરાકની બનાવટ અને સંગ્રહ દરમિયાન હાઇજેનિક (સ્વચ્છતા સભર) કન્ડિશન જાળવવી, ખાદ્ય સુરક્ષાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જેવી સૂચનાઓનું અવશ્ય પાલન કરવા જણાવવામાં આવ્યું હતું.

આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વેપારીઓ પણ ફૂડ લાયસન્સ/રજીસ્ટ્રેશન મેળવી નીતિ-નિયમો મુજબ વ્યવસાય કરે અને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ બાંધછોડ ન થાય તે સુનિશ્ચિત કરવાનો તથા નાના ખાદ્ય વ્યવસાયિકોને કાયદાકીય પ્રક્રિયાથી માહિતગાર કરવાનો હતો. ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ પર જ ‘FosCos’ પોર્ટલ વિશે માહિતી આપી ઓનલાઇન અરજી કરવામાં મદદ કરવામાં આવી હતી. જેના પરિણામ સ્વરૂપ ૩૯ જેટલા ફૂડ બિઝનેસ ઓપરેટરોને સ્થળ પર જ રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.