ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજીને પૃથ્થકરણ માટે વિવિધ ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા
પ્રકાશિત તારીખ : 11/03/2025
આણંદ,સોમવાર: આણંદ જિલ્લાના ફૂડ સેફટી વિભાગ દ્વારા ફેબ્રુઆરી-૨૦૨૫ માસસમાં તૈયાર/રાંધેલા ખોરાકના ૧૭ નમૂનાઓ, નમકિન/ફરસાણ-૧૧ નમૂના, મરીમસાલાના ૦૯ નમુના ખાદ્યતેલોના ૦૪ નમૂના ખજુરના ૦૨ નમુના,ચાના ૦૨ નમુના, સ્વીટના-૦૨ નમુના આયોડાઈઝડ સોલ્ટના ૦૨ નમૂનાઓ,સોજી,બેસન,ઈન્સટન્ટ મીક્ષના એક એક નમુનાઓ લઈ પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવેલ છે.
વધુમાં તા. ૨૮ ફેબ્રુઆરીથી તા. ૨ માર્ચની સ્પેશીયલ ડ્રાઈવ કરી બજારમાં વેચાતા દુધની ગુણવત્તાની ચકાસણી અર્થે ડ્રાઈવ કરી આણંદ શહેર, વિદ્યાનગર,રવિપુરા,મારોજ, તારાપુર ખાતેથી દૂધના કુલ -૧૯ નમુનાઓ પૃથ્થકરણ અર્થે લેવામાં આવેલ છે.
વધુમાં માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં આણંદ શહેર તથા કરમસદ,વિદ્યાનગર રેસ્ટોરન્ટની તપાસ કરી ચીઝના ૦૩ નમૂના, પ્રીપેડ ફૂડના ૦૨ નમૂના તેમજ પનીર ૦૧ નમૂનાઓ લઈ અને પૃથ્થકરણ અર્થે મોકલી આપેલ તેમજ ફરિયાદના સંદર્ભે મે.શિવ કાફે રેસ્ટોરન્ટ કરમસદ ખાતે જરૂરી તપાસ કરી પેકેજડ ડ્રીકીંગ વોટરનો નમુનો પૃથ્થકરણ અર્થે લઈ બાકી રહેલ ૫૦૦ એમ.એલની ૫૯૬ બોટલ સીઝ કરેલ જેની કિંમત રૂ.૫૯૬૦ થાય છે.તેમજ પેઢીમાં તપસણી દરમ્યાન જણાઈ આવેલ ક્ષતિની પૂર્તતા કરવા અંગે ઈમ્પ્રવુમેન્ટ નોટીસ પાઠવવામાં આવેલ છે.
આ ઉપરાંત પૃથ્થકરણ અર્થે નમુનાઓના રીપોર્ટ આવ્યેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર,આણંદની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.