ખંભાત ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો
પ્રકાશિત તારીખ : 21/01/2026
કુલ 14 પ્રશ્નોનો જિલ્લા કલેકટરશ્રી દ્વારા કરવામાં આવ્યો હકારાત્મક નિકાલ
આણંદ,બુધવાર: જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી, ખંભાત ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત આ કાર્યક્રમમાં અરજદારોની ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ખંભાત તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારો દ્વારા રજૂ કરાયેલ 15 પ્રશ્નો ને અને ગત માસના 01 પ્રશ્ન મળીને કુલ 16 પ્રશ્નો પૈકી કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓ સાથે જરૂરી જાણકારી મેળવી અરજદાર સાથે સંવાદ સાધીને
પ્રજાના વિવિધ પ્રશ્નો જમીન, મિલ્કતો, રોડ અને રસ્તાને લગતા કુલ 14 પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કર્યું હતું. જ્યારે બાકી રહેલ 02 પ્રશ્નોમાં સોખડા ખાતે નું દબાણ દૂર કરવા માટે તાલુકા વિકાસ અધિકારી શ્રી ને જણાવ્યું અને ખંભાત ખાતેના દબાણના પ્રશ્ન બાબતે દબાણ દૂર કરવા નગરપાલિકા ખંભાતને સુચના આપી છે.
ખંભાત ખાતે યોજાયેલ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં
ખંભાત મામલતદાર શ્રી જે એચ વાંક, તાલુકા વિકાસ અધિકારીશ્રી મહિપાલસિંહ, નાયબ મામલતદાર મહેસૂલ શ્રી હિતેશભાઈ મકવાણા સહિત તલાટી શ્રીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

ખંભાત ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો