કરમસદ – આણંદ મહાનગરપાલિકા દ્વારા ચાવડાપુરા વિસ્તારમાં કૃતિ પાર્ક સોસાયટીમાંથી જાહેર રસ્તા ઉપર પાણી કાઢતા રહિશના બોરનું કનેક્શન કાપવામાં આવ્યું
પ્રકાશિત તારીખ : 22/07/2025
જાહેર રસ્તા ઉપર ખાળકુવાનું ગંદુ પાણી કાઢતા રહિશને અપાઈ નોટિસ.
આણંદ, સોમવાર: આણંદ મહાનગરપાલિકા દ્વારા વરસાદે વિરામ લેતા રોગચાળો ફાટી ન નીકળે તે માટે મનપાની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવાની ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન મહાનગરપાલિકાની ટીમની ચાવડાપુરા વિસ્તારની મુલાકાત દરમિયાન સેન્ટ ઝેવિયર્સ રોડ ઉપર આવેલી કૃતિ પાર્ક સોસાયટીમાંથી પાણી રોડ ઉપર કાઢવામાં આવી રહયાંનું ધ્યાને આવતાં ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. આ ચેકિંગ દરમિયાન કૃતિ પાર્કના ઘરોના ખાળકુવા ઉભરાઈ રહયાં હોવાનું અને તેનું ગંદુ પાણી જાહેર રસ્તા ઉપર બહાર આવતું હોવાથી ચાવડાપુરા વિસ્તારમાં રહેતા લોકોને અવરજવરમાં તકલીફ ના પડે અને રોગચાળો ફાટી ના નીકળે તે માટે જાહેર આરોગ્ય સુખાકારીને ધ્યાને લઈ કૃતિ પાર્ક સોસાયટી ખાતે રહેતા નંદલાલભાઈ એમ. ડોડીયાના ઘરના પાણીના બોરનું કનેક્શન તાત્કાલિક અસરથી કાપવામાં આવ્યું છે, જ્યારે કૃતિ પાર્ક સોસાયટી ગેટ નંબર ૦૧ ખાતે, ઘર નંબર ૦૨ માં રહેતા નિકુંજ વિષ્ણુભાઈ પટેલને પણ તેમના ઘરમાંથી બહાર કાઢવામાં આવતું પાણી અને ઉભરાતો ખાળકુવો તાત્કાલિક અસરથી બંધ કરવા નોટિસ આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કૃતિ પાર્ક સોસાયટી ચાવડાપુરા ખાતે રહેતા નંદલાલભાઈ ડોડીયા ને આ અગાઉ પણ મનપા દ્વારા લેખિત ૦૪ વાર નોટિસ આપવા છતાં પણ તેમના દ્વારા જાહેર રસ્તા ઉપર પાણી કાઢવામાં આવતું હોય, વારંવાર સૂચના આપવા છતાં પણ તેમના ઘરમાંથી પાણી જાહેર રસ્તા ઉપર કાઢવામાં આવતા મનપાની ટીમ દ્વારા આજે નિયમોને આધીન કાયદેસરની કાર્યવાહી કરીને તેમના બોરના પાણીનું કનેક્શન કાપવામાં આવ્યું છે.
આ ઉપરાંત ચાવડાપુરા ખાતે પ્રેરણા બંગલોઝ ખાતે પણ આકસ્મિક તપાસ હાથ ધરતા પ્રેરણા બંગલોઝના ઘર નંબર – ૫ ના રહીશ શ્રી રાજેશભાઈ મેકવાનના ઘરમાંથી પણ પાણી બહાર કાઢવામાં આવતું નજરે પડતા તેમને પણ મનપાની ટીમ દ્વારા નોટીસ આપવામાં આવી છે, અને ઘરનું પાણી બહાર રસ્તા ઉપર ન કાઢવા માટે જણાવવામાં આવ્યું છે.
મનપાના અધિકારીઓએ કૃતિ પાર્ક સોસાયટી અને પ્રેરણા બંગલોઝના રહીશોને રૂબરૂમાં પૂછતા તેમના જણાવ્યા મુજબ આ લોકો તેમના ઘર વપરાશનું પાણી દરરોજ બહાર જ કાઢે છે, અને તેને કારણે રસ્તાઓ ખરાબ થાય છે, અને ગંદકી પણ થતી હોવાનું તેમણે જણાવ્યું હતું.
કરમસદ – આણંદ મહાનગરપાલિકા દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવે છે કે, જાહેર રસ્તા ઉપર પાણી ન કાઢવું જોઈએ, અન્યથા રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ રહેલી છે, અને આરોગ્યને નુકસાન કરતા હોય, જો આવા કોઈપણ ઈસમ દ્વારા પોતાના ઘરમાંથી પાણી રસ્તા ઉપર કાઢવામાં આવશે, અને પાણીનો વેડફાટ કરવામાં આવશે કે લોકોને તકલીફરૂપ બનશે, તો મનપા દ્વારા તાત્કાલિક કાયદાની જોગવાઈને આધીન આવા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે, તેમ વધુમાં જણાવ્યું છે.