• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

કરમસદ – આણંદ મહાનગરપાલિકા અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ૭૬ મા વન મહોત્સવની ઉજવણી કરાશે

પ્રકાશિત તારીખ : 03/09/2025

આણંદના સાંગોડપુરા ખાતે તા. ૦૩ સપ્ટેમ્બરના રોજ  વન મહોત્સવ ઉજવણી કાર્યક્રમ યોજાશે

આણંદ, મંગળવાર: સામાજિક વનીકરણ વિભાગ, આણંદ અને કરમસદ – આણંદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજે તા. ૩ જી સપ્ટેમ્બર, બુધવારના રોજ ૭૬ મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે.

આણંદના સાંગોડપુરા સ્થિત પ્રમુખસ્વામી અર્બન કોમ્યુનિટી હોલ ખાતે સવારના ૧૦-૦૦ કલાકે આણંદના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તેમજ નાયબ વન સંરક્ષકશ્રી, ગાંધીનગર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે સાંગોડપુરા સ્થિત માનવરશ્મિ પ્રાથમિક શાળા નં. ૧૦ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં નાગરિકોને ઉપસ્થિત રહેવા સામાજિક વનીકરણ વિભાગ અને કરમસદ – આણંદ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

કરમસદ - આણંદ મહાનગરપાલિકા અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ૭૬ મા વન મહોત્સવની ઉજવણી કરાશે