કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ‘સ્વનિધિ મહોત્સવ’ અને જન કલ્યાણ શિબિર યોજાઈ
પ્રકાશિત તારીખ : 16/06/2026
ધારાસભ્ય યોગેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ
આણંદ, સોમવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત જૂન માસમાં યોજાનાર સ્પેશિયલ કેમ્પેઈનના ભાગરૂપે જિલ્લા કક્ષાના ‘સ્વનિધિ મહોત્સવ’ અને મહાનગરપાલિકા કક્ષાની ‘જન કલ્યાણ શિબિર’નું આયોજન આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિત કરવામાં આવ્યું હતું.
આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલના હસ્તે પીએમ સ્વનિધિ યોજનાના અસરકારક અમલીકરણના ભાગરૂપે લાભાર્થીઓને ૧૫,૦૦૦, ૨૫,૦૦૦ અને ૫૦,૦૦૦ રૂપિયાની લોન સહાય તેમજ ક્રેડિટ કાર્ડનું વિતરણ ઉપરાંત સામાજિક સુરક્ષા યોજનાઓ અંતર્ગત પાત્રતા ધરાવતા નાગરિકોને આયુષ્માન કાર્ડ અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભો પણ એનાયત કરવામાં આવ્યા હતા.
ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ફેરિયાઓ અને નાના વેપારીઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ તેમના સુધી પહોંચાડવાનો હતો.
શ્રી રાજેશ પટેલ દ્વારા ફેરિયાઓને ‘ફૂડ એન્ડ સેફ્ટી’ એટલે કે ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા અંગે ઊંડાણપૂર્વકની સમજ આપવામાં આવી હતી.
નાણાકીય સાક્ષરતા શિબિરના માધ્યમથી બેંકિંગ વ્યવહારો અને નાણાકીય આયોજન અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વિવિધ સરકારી યોજનાઓનો મહત્તમ લાભ કેવી રીતે લઈ શકાય તે અંગે પણ ઉપસ્થિત નાગરિકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
જનતાની સુવિધા માટે આયોજિત જન કલ્યાણ શિબિરમાં સરકારના વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ રાખવામાં આવ્યા હતા. આ સ્ટોલ પર વિવિધ યોજનાકીય માહિતી પૂરી પાડવાની સાથે સ્થળ પર જ ફોર્મ ભરવા અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
કાર્યક્રમના અંતમાં લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓની સફળતા અને તેના અમલીકરણ અંગેની શોર્ટ ફિલ્મ્સ બતાવવામાં આવી હતી. આમ, કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ મહોત્સવ ફેરિયાઓ અને સામાન્ય જન સમુદાય માટે અત્યંત ઉપયોગી અને પ્રેરણાદાયી સાબિત થયો હતો. આ કાર્યક્રમમાં મનપાના ડેપ્યુટી કમિશનર શ્રી એસ. કે. ગરવાલ અને શ્રી પી. આર. સંગાડા,આણંદ જિલ્લાના લીડ બેંક મેનેજર જગદીશ પાટિલ, કોર્પોરેટરશ્રીઓ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ મહોત્સવમાં આણંદ જિલ્લાની નગરપાલિકાઓના લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.