કરમસદ – આણંદ મહાનગરપાલિકા દ્વારા મનપા વિસ્તારમાં રોડ પર પડેલા ખાડા તથા ખરાબ થયેલ રોડ ને હોટ મિક્સ મટીરીયલ દ્વારા પેચવર્કની કામગીરી હાથ ધરાઈ

પ્રકાશિત તારીખ : 06/08/2025
કરમસદ - આણંદ મહાનગરપાલિકા દ્વારા મનપા વિસ્તારમાં રોડ પર પડેલા ખાડા તથા ખરાબ થયેલ રોડ ને હોટ મિક્સ મટીરીયલ દ્વારા પેચવર્કની કામગીરી હાથ ધરાઈ

આણંદ, મંગળવાર: કરમસદ- આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના અને માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓ, રસ્તાઓ ઉપર પડેલ ખાડાઓ પૂરીને રોડ રીસરફેસિંગ, પેચ વર્કની કામગીરી કરી રસ્તાઓ મોટરેબલ બનાવવામાં આવી રહ્યા છે.

જે અંતર્ગત આણંદ મહાનગરપાલિકાના સીટી એન્જિનિયર શ્રી જીગર પટેલના જણાવ્યા મુજબ મનપાના રોડ વિભાગ દ્વારા રોડ રસ્તા રીપેરીંગ ની કામગીરી અંતર્ગત ડામરના હોટ મિક્સ મટીરીયલ દ્વારા પેચ વર્ક ની કામગીરી તથા રોડ પર પડેલા ખાડા તથા ખરાબ થયેલ રસ્તાઓને રીસરફેસિંગની કામગીરી કરવામાં આવી રહી છે.

જેમાં આણંદ વિદ્યાનગર રોડ, પાલિકાનગર, લોટીયા ભાગોળ થી ત્રિભુવનદાસ પટેલ રોડ, રાજમહેલ રોડ ઉપર હોટ મિક્સ મટીરીયલ દ્વારા પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે, જ્યારે મોટા મદ્રેસા પાસે વેટ મિક્ષ મટીરીયલ દ્વારા ખરાબ થયેલ રોડ રસ્તાઓ મોટરેબલ બનાવવામાં આવી રહ્યા છે. આ કામગીરીમાં આણંદ મનપાના રોડ એન્જિનિયર ની ઉપસ્થિતિમાં ૨૦ મજૂરો, ૦૬ ટ્રેક્ટર, ૦૨ રોલર અને ૦૧ જેસીબી મશીન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત મહાનગર પાલિકા વિસ્તારમાં ગત દિવસોમાં પડેલ ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓને કારણે નગરજનોને તકલીફ ના પડે તે માટે પેચ વર્ક કરીને રસ્તાઓ મોટરેબલ બનાવવા માટે મહાનગરપાલિકાની ટીમ રાત દિવસ કામ કરી રહી છે, ખરાબ થયેલ રસ્તાઓનું દુરસ્તી કામ ઝડપભેર પૂર્ણ કરવામાં આવી રહ્યું છે.