કરમસદ આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી ટીમની સચોટ કામગીરીને પગલે મોટું જોખમ ટળ્યું
પ્રકાશિત તારીખ : 03/01/2026
નેશનલ હાઈવે ૪૮ પર ઝાયલિન કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું; ફાયર ટીમની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી
આણંદ, શનિવાર: કરમસદ આણંદ આજે ફાયર એન્ડ ઇમરજન્સી ટીમની સમયસૂચકતા અને સચોટ કામગીરીને કારણે હાઈવે પર એક મોટું જોખમ સર્જાતા ટાળી શકાયું હતું અને જાન-માલનું નુકસાન અટકાવી શકાયું હતું.
આજરોજ વહેલી સવારે નેશનલ હાઈવે ૪૮, એકતા હોટલ નજીક, ગામડી રેલ્વે બ્રિજ નીચે સર્વિસ રોડ પર ઝાયલિન કેમિકલ ભરેલું ટેન્કર પલટી જવાની ગંભીર ઘટના બની હતી. પરંતુ કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસની ત્વરિત કામગીરીને પગલે એક મોટી દુર્ઘટના સર્જાતા અટકી છે અને સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
તા.૦૩/૦૧/૨૦૨૬, શનિવારના રોજ સવારે ૬-૪૦ કલાકે ફાયર વિભાગને અત્યંત જ્વલનશીલ ગણાતા ઝાયલિન કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું છે અને તેમાંથી કેમિકલ લીકેજ થઈ રહ્યું છે તેવો સંદેશ મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ફાયર ઓફિસર ધર્મેશ ગોરની આગેવાની હેઠળ ૦૪ ફાયર ફાઈટર અને સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને તુરંત જ બચાવ કામગીરી હાથ ધરી હતી અને કેમિકલ લીકેજને કારણે આગ લાગવાની શક્યતા હોવાથી ટીમ દ્વારા ટેન્કર પર AFFF ફોમ કેમિકલનો છંટકાવ કરી સતત કુલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઘટનાસ્થળની નજીકમાં જ પ્લાસ્ટિકનું ગોડાઉન આવેલું હોવાથી ફાયર વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે સ્ટાફને સ્ટેન્ડ બાય રાખી બે હાઈડ્રા મશીનની મદદથી ટેન્કરને સુરક્ષિત રીતે સીધું કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર ઓપરેશનમાં સબ ફાયર ઓફિસર હિંમત ભુરીયા, લિડિંગ ફાયરમેન પ્રદીપ પરમાર, ભાવેશભાઈ વરૂ તથા ડ્રાઈવર અવિનાશ પરમાર, હર્ષિલ પટેલ, રવિભાઈ સાબલિયા, દિનેશ જાદવ, સુરેશભાઈ માછી અને ફાયરમેન મહેન્દ્રસિંહ રાઠોડ, યુવરાજસિંહ રાઠોડ, મુકેશ પરમાર, અજયભાઈ પરમાર તેમજ રાવજીભાઇ ભોઈ સહિતના સ્ટાફ મિત્રોએ ખડેપગે રહીને અસરકારક કામગીરી પાર પાડી હતી.