કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ: ત્રીજો દિવસ
પ્રકાશિત તારીખ : 30/06/2025
અગ્ર સચિવ શ્રી મુકેશકુમાર, સચિવ શ્રી આદ્રા અગ્રવાલ અને અગ્ર સચિવ શ્રી મોહમ્મદ શાહિદ આજે આણંદ તાલુકાની શાળાઓ ખાતે ઉપસ્થિત રહી બાળકોને શાળા પ્રવેશ કરાવશે.
આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ અંતર્ગત ત્રિ દિવસીય કાર્યક્રમનો અંતિમ દિવસે ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ હાજર રહીને બાળકોને શાળા પ્રવેશ કરાવશે.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મુકેશકુમાર આજે તારીખ ૨૮ મી જૂન શનિવારના રોજ સવારે ૯:૩૦ કલાકે આણંદ તાલુકામાં મોગરી કન્યા અને કુમાર પ્રાથમિક શાળા ખાતે ત્યારબાદ આર પી ટી પી હાઈસ્કૂલ,વિદ્યાનગર ખાતે સવારે ૧૦- ૩૦ કલાકે અને ત્યારબાદ વિમલ મરિયમ હાઇસ્કુલ,ગામડી ૧૧- ૩૦ કલાકે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજર રહેશે.
સામાન્ય વહીવટ વિભાગ આયોજન પ્રભાગ, ગાંધીનગરના સચિવ શ્રી આદ્રા અગ્રવાલ આજે તારીખ ૨૮ મી જૂનના રોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના અંતિમ દિવસે આણંદ તાલુકાના પીએમ શ્રી હાડગુડ પ્રાથમિક શાળ ખાતે સવારે ૮- ૦૦ કલાકે ત્યારબાદ એમ એસ પટેલ હાઇસ્કુલ ,વડોદ ખાતે સવારે ૧૦-૦૦ કલાકે અને બપોરે ૧૨- ૦૦ કલાકે જે.એન. પટેલ હાઇસ્કુલ, આડસ ખાતે હાજર રહેશે.
જ્યારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગરના અગ્ર સચિવ શ્રી મોહમ્મદ શાહિદ આજે તારીખ ૨૮ જૂનના રોજ આણંદ તાલુકા ની રામપુરા (સામરખા) પ્રાથમિક શાળા ખાતે સવારે ૮-૦૦ કલાકે ત્યારબાદ એચ.એસ મહિડા હાઇસ્કુલ ,મોગર ખાતે સવારે ૧૦- ૦૦ કલાકે અને બપોરે ૧૨- ૦૦ કલાકે સરદાર પટેલ હાઇસ્કુલ,વાસદ ખાતે હાજર રહી બાળકોને શાળા પ્રવેશ કરાવશે.