કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ: આણંદ જિલ્લો
પ્રકાશિત તારીખ : 26/06/2025
જિલ્લા વિકાસ અધિકારીશ્રી પેટલાદ,ઉમરેઠ અને ખંભાત ખાતેની વિવિધ શાળઓમાં બાળકોને કરાવશે પ્રવેશકાર્ય.
આણંદ,બુધવાર: આણંદ જિલ્લામાં બાલ વાટિકા, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તા.૨૬ થી તા.૨૮ જૂન દરમિયાન સવારે ૮- ૩૦ કલાક થી ૧૩- ૩૦ કલાક દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ કાર્યક્રમ યોજાશે.
જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી પેટલાદ તાલુકામાં સવારે ૮:૦૦ કલાકે અરડી ગામના અરડી પ્રાથમિક શાળા, સવારે ૧૦:૦૦ કલાકે વટાવ ગામની ડો. સી જે પટેલ જય જલારામ હાઇસ્કુલ તથા બપોરે ૧૨:૦૦ કલાકે પોરડા ગામની જી. પી. કે .પી .ગીતા માધ્યમિક વિદ્યાલય ખાતે હાજર રહેશે.
આ ઉપરાંત ૨૭ જૂનના રોજ ઉમરેઠ તાલુકામાં સવારે ૮:૦૦ કલાકે રતનપુરા ગામની પ્રાથમિક શાળા, સવારે ૧૦:૦૦ કલાકે ધોરા ગામની સરસ્વતી હાઈસ્કૂલ તથા બપોરે ૧૨:૦૦ કલાકે થામણા ગામની કે.સી. પટેલ હાઈસ્કૂલ ખાતે હાજર રહેશે.
તદ્ઉપરાંત તા.૨૮ જૂનના રોજ ખંભાત તાલુકામાં સવારે ૮:૦૦ કલાકે ફીણાવ ગામની પ્રાથમિક શાળા, સવારે ૧૦:૦૦ કલાકે જલસણ ગામની હાઈસ્કૂલ તથા બપોરે ૧૨:૦૦ કલાકે કાણીસા ગામની શ્રી એન.ટી. હાઈસ્કૂલ ખાતે હાજર રહેશે.