કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ: આણંદ જિલ્લો
પ્રકાશિત તારીખ : 26/06/2025
જિલ્લા કલેકટરશ્રી ત્રિ-દિવસીય કાર્યક્રમ અંતર્ગત ખંભાતઅને પેટલાદની વિવિધ શાળાઓમાં બાળકોને કરાવશે પ્રવેશકાર્ય.
આણંદ,બુધવાર: આણંદ જિલ્લામાં બાલ વાટિકા, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તા.૨૬ થી તા.૨૮ જૂન દરમિયાન સવારે ૮- ૩૦ કલાક થી ૧૩- ૩૦ કલાક દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ કાર્યક્રમ યોજાશે.
જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી તા.૨૬ જૂનના રોજ સવારે ૮:૦૦ કલાકે ખંભાતની પી.એમ.શ્રી ઓ.એન.જી.સી પ્રાથમિક શાળા, સવારે ૧૦:૦૦ કલાકે સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ અને બપોરે ૧૨:૦૦ કલાકે બી.વી. પટેલ કન્યા વિદ્યાલય ખંભાત ખાતે હાજર રહેશે.
તા.૨૭ જૂનના રોજ પેટલાદ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારની શાળઓમાં મુલાકાત લેશે.જે અંતર્ગત સવારે ૮:૦૦ કલાકે પેટલાદની દંતાલી પ્રાથમિક શાળા, સવારે ૧૦:૦૦ કલાકે મહેળાવ ગામની બી.એમ.એસ.એસ હાઈસ્કુલ અને બપોરે ૧૨:૦૦ કલાકે સુણાવ ગામની વ.બે.મલ્ટી પર્પઝ હાઈસ્કુલ ખાતે હાજર રહેશે.
તા.૨૮ જૂનના રોજ પેટલાદ તાલુકામાં સવારે ૮:૦૦ કલાકે શેખડી પ્રાથમિક શાળા, સવારે ૧૦:૦૦ કલાકે રૂપિયાપુરા ગામની ન્યુ ઈંગ્લીશ સ્કુલ અને બપોરે ૧૨:૦૦ કલાકે વિરોલ ગામની જી.બી.પટેલ એન્ડ પી.જી.પટેલ હાઈસ્કુલ ખાતે હાજર રહેશે