• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ

પ્રકાશિત તારીખ : 27/06/2025

સજના તલાવડી પ્રાથમિક શાળા, કરમસદ, કે ડી. પટેલ વિદ્યામંદિર, ગાના અને ગો.જો. શારદા મંદિર વિદ્યાનગર ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.

બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવવાની જવાબદારી શિક્ષકો, વાલીઓ અને સમાજની છે – શ્રી આંધ્રાં અગ્રવાલ, સચિવ શ્રી, સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગર.

આણંદ, ગુરૂવાર: આણંદ જિલ્લામાં આજથી ત્રિ દિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.

આ કાર્યક્રમ અંતર્ગત સામાન્ય વહીવટ વિભાગ ગાંધીનગરના સચિવ શ્રી આંધ્રા અગ્રવાલ એ આણંદ તાલુકાના કરમસદ ખાતે આવેલી પીએમ શ્રી સજના તલાવડી પ્રાથમિક શાળા, કે ડી. પટેલ વિદ્યામંદિર, ગાના અને ગોજો. શારદા મંદિર, વિદ્યાનગર  ખાતે વિદ્યાર્થીઓને આવકારીને વિદ્યાર્થીઓને સજના તલાવડી પ્રાથમિક શાળા ખાતે બાલવાટિકા ના ૩૨ તથા ધોરણ ૦૧ માં ૧૭ વિદ્યાર્થીઓને કે ડી.પટેલ વિદ્યામંદિર, ગાના ખાતે ધોરણ ૯ માં ૧૭૩ અને ધોરણ ૧૧ માં ૩૯ તથા ગોજો.શારદા મંદિર, વલ્લભ વિદ્યાનગર ખાતે ધોરણ ૦૬  માં ૫૧ વિદ્યાર્થીઓ અને ધોરણ ૦૯ માં ૧૫૦ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવ્યો હતો,

સચિવ શ્રી આંધ્રા અગ્રવાલ એ જણાવ્યું કે બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવવાની જવાબદારી શિક્ષકો ઉપરાંત વાલીઓ અને સમાજની છે. તેમણે આ શાળામાં કલા, સંગીત અને સાહિત્યમાં બાળકો રસ લે છે, તેની જાણકારી મળતા આ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને સંસ્કાર સાથેનું શ્રેષ્ઠ શિક્ષણ આપતા હશે, તેમ જણાવી પ્રાથમિક શાળા ખાતે પ્રવેશ લેનાર દરેક બાળક ધોરણ ૦૮ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા સિવાય અધવચ્ચેથી શાળા છોડી ન જાય તેની જવાબદારી શિક્ષકોની સાથે વાલીઓ પણ નિભાવે તે ખૂબ જ જરૂરી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ શાળા ખાતે બાળકો દ્વારા કરવામાં આવેલ પ્રાર્થના સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને બાળકોએ જાતે બનાવેલ ગિફ્ટ આપવામાં આવી તેનાથી પ્રભાવિત થઈને સચિવ શ્રી એ બાળકોમાં સંસ્કાર સાથેનું સિંચન કરવા બદલ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે વધુમાં ઉમેર્યું કે આ શાળા કઈક યુનિક લાગે છે કારણ કે આ શાળામાં દાખલ થયા બાદ નાની નાની વાત ઓબ્ઝર્વ કરવાથી જાણી શકાયું કે આ શાળામાં ખાનગી શાળા છોડીને વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે જે ખૂબ જ આનંદની વાત છે.

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવે છે, જેનો હેતુ ૧૦૦ ટકા નામાંકન અને ૧૦૦ ટકા શિક્ષણ છે, જે સિદ્ધ થાય તે ખૂબ જ જરૂરી છે, તેમ તેમણે જણાવ્યું હતું.

આ તકે સચિવ શ્રી ના હસ્તે  સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તમ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તથા શાળામાં નવીન બનેલ શેડનું અને બાલવાટિકાના  વર્ગખંડનું ઉદ્ઘાટન અને શાળા કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નાયબ કલેકટર શ્રી મિતાબેન ડોડીયા, સી.આર.સી. કૉ ઓર્ડીનેટર, દાતાઓ, શાળાના આચાર્ય સહિત શિક્ષકો અને વાલીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.